Rohit Sharma એ ઓસ્ટ્રેલિયામાં રચ્યો ઈતિહાસ, આવું કરનાર પ્રથમ ભારતીય બન્યો
Rohit Sharma Create History: ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર બેટ્સમેન રોહિત શર્માએ ગુરુવારે એડિલેડ ઓવલ ખાતે ઓસ્ટ્રેલિયા સામેની બીજી વન-ડે મેચમાં એક જબરદસ્ત રેકોર્ડ પોતાના નામે કર્યો છે. રોહિત શર્મા ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઓસ્ટ્રેલિયા સામે વન-ડે મેચોમાં 1000 રન બનાવનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયા છે. આ સિદ્ધિ સાથે તેણે મહાન ખેલાડીઓ વિરાટ કોહલી અને સચિન તેંડુલકરને પણ પાછળ છોડી દીધા છે.

રોહિત શર્માએ વિશ્વના દિગ્ગજોમાં સ્થાન મેળવ્યું (Rohit Sharma Create History)
આ શાનદાર માઈલસ્ટોન હાંસલ કરનાર રોહિત શર્મા વિશ્વના પાંચમા ખેલાડી બન્યા છે. આ વિશિષ્ટ યાદીમાં તેણે ક્રિકેટ જગતના દિગ્ગજો જેવા કે વિવિયન રિચર્ડ્સ, ડેસમંડ હેન્સ, કુમાર સંગાકારા અને મહેલા જયવર્ધને સાથે પોતાનું સ્થાન બનાવ્યું છે.
રોહિતે પોતાની ઇનિંગ્સની ત્રીજી ઓવરમાં ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર મિચેલ સ્ટાર્કની બોલિંગ પર ચોગ્ગો ફટકારીને આ ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી.
ભારતીય યાદીમાં કોણ ક્યાં?
આ ભારતીય રેકોર્ડની યાદીમાં વિરાટ કોહલી બીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયામાં વન-ડેમાં તેના 804 રન છે અને તે 1000 રનના આંકડાથી 196 રન દૂર છે. 'ક્રિકેટના ભગવાન' ગણાતા સચિન તેંડુલકર 740 રન સાથે ત્રીજા સ્થાને છે. જોકે, સચિને નિવૃત્તિ લઈ લીધી હોવાથી તેઓ હવે આ રેકોર્ડ મેળવી શકશે નહીં.
સિરીઝમાં પ્રદર્શન અને દબાણ
રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને આ સિરીઝથી સ્પર્ધાત્મક ક્રિકેટમાં વાપસી કરી રહ્યા છે. અગાઉ તેઓ માર્ચ મહિનામાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત તરફથી રમ્યા હતા. જોકે, રોહિતની સિરીઝની શરૂઆત નબળી રહી હતી. પર્થમાં રમાયેલી પ્રથમ વન-ડેમાં તે માત્ર 8 રન બનાવીને આઉટ થઈ ગયો હતો, જ્યાં ભારતીય ટીમ માત્ર 136 રનમાં સમેટાઈ ગઈ હતી. આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ થતાં હવે રોહિત પરનું દબાણ થોડું ઓછું થશે તેવી આશા છે.












Click it and Unblock the Notifications
