Rohit Sharma ના ઘરે થઇ મોત, ઉદાસી સાથે મેદાનમાં ઉતર્યો 'હિટ મેન' અર્ધ શતક માર્યુ
રોહિત શર્માની પ્રિય શ્વાનની મોત વનડે મેચના એક દિવસ પહેલા જ થઇ ગઇ હતી. તેના લીધે રોહિથ ઘણો ઉદાસ દેખાઇ રહ્યો હતો. પરંતુ તેણે પોતાની અર્ધ શતક પોતાના પ્રિય શ્વાને સમર્મિત કર્યુ હતુ.
શ્રીલંકા સામેની પહેલી વનડે મેચ કેપ્ટન રોહિત શર્માએ જોરદાર કમબેક કરતા અર્ધશતક ફટકાર્યુ. ભારતીય કેપ્ટને શ્રીલંકા સામે જુના અંદાજમાં રમતો નજર આવ્યો હતો. આ દરમિયાન સિક્સર મારીને પોતાનુ અર્ધશતક પુરુ કર્યુ હતુ. આ અર્ધશતક માર્યા બાદ આકાશ તરફ જોઇને પોતાના પાલતુ શ્વાનને આ અર્ધશતક સમર્પિત કર્યુ હતુ. રોહીતના ખાસ દોસ્તને દુનિયાને અલવિદા કરી દિધુ છે.

શ્રીલંકાની સામેની પહેલી વનડે મેચ પહેલા રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહે પોતાના ઓફિસિયલ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી હતી. રોહિત શર્માના પેટ ડોગ જેને તે બહુજ પ્રેમ કરતા હતા. તેની મોત મેચના એક દિવસ પહેલા થઇ ગઇ હતી. રિતિકાએ પોતાની પોસ્ટમાં લખ્યુ હતુ કે, કાલનો દિવસ અમારા જીવનનોસૌથી કઢીન હતો. અમે અમારા જીવનના પ્રેમાળ શ્વાનને અલિવદા કરી દિધુ છે. રિતિકાએ આ પોસ્ટમાં ફેન્સ લગાતાર પોતાનું રિએક્શન આપી રહ્યા છે.
રોહીત શર્માએ શ્રીલંકાની સામે પોતાની વનડે કેરિયરનો 47 મું અર્ધશતક લગાવ્યું હતુ. રોહીત શર્માએ 63 બોલમાં 83 રનોની તાબડતોબ ઇનિંગ્સ રમી હતી. આ દરમિયાન તેણે 9 ચોકા અને ત્રણ સિક્સર મારી હતી. રોહિત શર્માએ આ સાથે વન ડે ક્રિકેટમાં 9500 રન પણ પુરા કરી ચૂક્યો છે. રોહિત શર્માએ લંબ સમય સુધી ફોર્મમાં નજર આ્વ્યા હતા. રોહિત સિવાય શુભમન ગીલે પણ મહત્વના 70 રનની ઇનિંગ્સ રમી હતી.
ભારતીય બેટ્સમેન કરી કમાલ
આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પહેલી બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો રોહિત શર્મા અને શુભમન ગિલે પહેલા વિકેટ માટે 143 રનની ભાગીદારી કરી હતી. ત્યાર બાદ શ્રાયસ અય્યરે 24 બોલમાં 28 રન અને કેએલ રાહુલે 29 બોલોમાં 39 રન બનાવ્યા હતા.












Click it and Unblock the Notifications
