Rohit Sharma IPL Record: રોહિતે રચ્યો ઇતિહાસ, ટી20માં આવું કરનારો એકમાત્ર ભારતીય
Rohit Sharma IPL Recorde: આઇપીએલ 2024 શરૂ થતાની સાથે જ ક્રિકેટપ્રેમીઓમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સાથે રોજ નવા રેકોર્ડ બની અને તૂટી રહ્યા છે.
આઇપીએલ 2024ની 20મી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ ટી20 ક્રિકેટમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. આ મેચ દરમિયાન દિલ્હી કેપિટલ્સની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
જે બાદ મુંબઈ ઈન્ડિયન્સ માટે ઈશાન કિશન સાથે ઈનિંગની શરૂઆત કરવા આવેલા રોહિત શર્મા આજે પોતાની જૂની સ્ટાઈલમાં બેટિંગ કરતો જોવા મળ્યો હતો.
રોહિત શર્મા 27 બોલમાં 49 રનની ઇનિંગ રમીને આઉટ થયો હતો, જેમાં 6 ફોર અને 3 સિક્સ પણ જોવા મળી હતી. આ સાથે રોહિતે T20 ક્રિકેટમાં એક એવી સિદ્ધિ મેળવી છે, જે આ પહેલા કોઈ ભારતીય ખેલાડી કરી શક્યો ન હતો.

રોહિતે T20 ક્રિકેટમાં 1500 બાઉન્ડ્રીનો આંકડો પાર કર્યો - રોહિત શર્માએ હવે T20 ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં કુલ 9 બાઉન્ડ્રી સાથે 1508 બાઉન્ડ્રી ફટકારી છે, જે બાદ રોહિત આ ફોર્મેટમાં પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે. જેના નામે 1500 થી વધુ બાઉન્ડ્રી ફટકારવાનો રેકોર્ડ નોંધાયેલો છે.
રોહિત પછી, T20 ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ બાઉન્ડ્રી ફટકારવાની યાદીમાં વિરાટ કોહલી બીજા નંબર પર છે, જેના નામે કુલ 1486 બાઉન્ડ્રી છે.
જો આપણે વિશ્વ ક્રિકેટમાં T20 ફોર્મેટમાં સૌથી વધુ બાઉન્ડ્રી ફટકારવાના રેકોર્ડ પર નજર કરીએ તો ક્રિસ ગેલ પ્રથમ સ્થાને છે, જેણે અત્યાર સુધીમાં કુલ 2196 બાઉન્ડ્રી ફટકારી છે.
ટી20 ક્રિકેટમાં સૌથી વધુ બાઉન્ડ્રી ફટકારનાર ખેલાડીઓ
- ક્રિસ ગેલ - 2196
- એલેક્સ હેલ્સ - 1855
- ડેવિડ વોર્નર - 1673
- કિરોન પોલાર્ડ - 1670
- એરોન ફિન્ચ - 1557
- રોહિત શર્મા - 1508
મુંબઈ ઈન્ડિયન્સને આપી શાનદાર શરૂઆત - રોહિત શર્મા આઈપીએલની આ સિઝનમાં એક વખત પણ 50 રનનો આંકડો પાર કરી શક્યો નથી, પરંતુ તેણે ટીમને ઝડપી શરૂઆત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
આવું જ કંઈક દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં જોવા મળ્યું, જ્યારે રોહિતે ઈશાન કિશન સાથે મળીને પ્રથમ વિકેટ માટે 75 રનની ભાગીદારી કરી. રોહિતે આ સિઝનમાં અત્યાર સુધી 4 મેચમાં 118 રન બનાવ્યા છે.
It stays hit when the 𝙃𝙄𝙏𝙈𝘼𝙉 hits it 🚀#MIvDC #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/kCecede2u7
— JioCinema (@JioCinema) April 7, 2024












Click it and Unblock the Notifications
