Rohit sharma maldives : IPL 2025 પહેલા રોહિત શર્મા પરિવાર સાથે માલદીવમાં મસ્તી કરતો જોવા મળ્યો, ફોટો વાયરલ
Rohit sharma maldives : ભારતીય ક્રિકેટના ફેન્સ IPL 2025 ની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં ભારતીય ટીમની ભવ્ય જીત બાદ હવે તમામ લોકોની નજર IPL પર છે.
IPLમાં રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમે છે. હાલમાં IPLની તૈયારી દરમ્યાન રોહિત શર્મા તેની પત્ની અને પુત્રી સાથે માલદીવમાં રજાઓનો આનંદ લેતો જોવા મળ્યો.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવી ભારતીય ટીમે ટ્રોફી જીતી હતી. ટૂર્નામેન્ટ પછી રોહિત શર્મા થોડી ક્ષણો પરિવાર સાથે ગાળવા માલદીવ પહોંચ્યો છે.
રોહિત શર્માએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે તેની પત્ની રિતિકા અને પુત્રી સાથે દરિયા કિનારે આરામ કરતા જોવા મળી રહ્યો છે.
IPLની તૈયારી કરતા પહેલા રોહિત શર્માએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ફાઈનલમાં 67 રન બનાવ્યા બાદ તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.
આ મેચ દરમિયાન તેની પત્ની રિતિકા અને પુત્રી સ્ટેડિયમમાં હાજર હતા. મેચ પછી રિતિકા ગ્રાઉન્ડમાં આવી અને રોહિતને શુભેચ્છા પાઠવી હતી. અનુષ્કા શર્માએ પણ રોહિતને શુભેચ્છા આપી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. માલદીવમાં રજાઓ પૂરી કર્યા બાદ રોહિત શર્મા હવે મુંબઈ ઈન્ડિયન્સ માટે પ્રેક્ટિસ શરૂ કરશે.
IPL 2025 ની શરૂઆત થતી જ રોહિત શર્મા ફરી એકવાર પોતાના શાનદાર પ્રદર્શન માટે મેદાનમાં ઉતરશે. ચાહકો તેની આ વર્ષે શાનદાર ઈનિંગ માટે ઉત્સુક છે.
રોહિત શર્માની માલદીવ વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીત્યા પછી તે પરિવાર સાથે આ વિજયનો આનંદ માણી રહ્યો છે. હવે IPL 2025 માટે રોહિત શર્મા તેની સંપૂર્ણ તૈયારીમાં લાગી જશે.












Click it and Unblock the Notifications
