'હિટમૈન' ના ફૈસ માટે સારી ખબર આવી રહી છે, રોહિત શર્મા બીજી ટેસ્ટ માટે બાંગ્લાદેશ રવાના થશે
બાલ્ગાદેશ સામે રમાયઇ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના રેગ્યુલર કેપ્ટન રોહીત શર્મા પરત ફરશે. અંગુઠાની ઇજામાથી રીકવરી થતા બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ મેચમાં પરત ફરશે.
ભારતીય ક્રિકેટ ટીમની નજરથી આ એક સારી ખબર એ છે કે, નિયમિત કેપ્ટન રોહિત શર્મા ઇજામાથી સાજા થઇને પરત ફર્યા છે અને બાંગ્લાદેશ વિરુદ્ધ બીજી મેચમાં પરત ફરવા માટે તૈયાર છે. સ્પોર્ટસ ટીવીના રીપોર્ટ અનુસાર રોહિત શર્માએ ટીમ મેનેજમેન્ટને સૂચના આપી દિધી છે કે, તે બીજી ટેસ્ટ મેચમાં પસંદગી માટે ઉપલબ્ધ છે. જાણકારી મળી છે રોહિતે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચમાં પરત આવાની પણ તૈયારી કરી લીધી છે. આજ કાલમાં તે બાંગ્લાદેશ માટે રવાના થશે.

રોહીત શર્મા પ્રવાશ પર હાલની ટીમ ઇન્ડીયાનો ભાગ હતા. અને તેણે ત્રણ મેચની વન ડે મેચ પણ રમ્યો હતો. બીજા મુકાબલા દરમિયાન તેમણે ફિલ્ડીંગમાં કરતી વખતે ઇજા થઇ હતી .ત્યાર બાદ 9 માં નંબર પર બેટિંગ કરવા માટે આવ્યા હતા. જ્યા તેણે એક મેચ અર્ધ શતક કરીને ટીમ માટે હત્વનુ યોગદાન આપ્યુ હતુ. ભારત 5 રનથી મેચ હારી ગઇ હતી. ત્યાર બાદ રોહિત શર્માએ પોતાની ઇલાજ માટે ભારત પરત ફર્યો હતો. અંગુઠામાં ડીસલોકેશન મળી આવ્યુ હતુ. સારી વાત એ છે કે, ફેક્ચર નહોતુ. જેના લીધે ઇજામાં જલ્દી રિકવરી આવી ગઇ હતી. કેપ્ટન ફરી ટીમ ઇન્ડિયામાં પરત ફરવા માટે તૈયાર છે.












Click it and Unblock the Notifications
