RR vs DC: અશ્વિને મારી ફિફ્ટી, રાજસ્થાને દિલ્હીને આપ્યુ 161 રનનું ટાર્ગેટ
IPL 2022 ની 58મી મેચ રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે DY પાટિલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. દિલ્હીના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 160 રન બનાવ્યા હતા.
રાજસ્થાનની શરૂઆત સારી રહી ન હતી. જાણકાર બેટ્સમેન જોસ બટલર માત્ર 7 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જયસ્વાલે 19 બોલમાં 29 રન બનાવ્યા હતા. અશ્વિને 38 બોલમાં 50 રન બનાવ્યા હતા. કેપ્ટન સંજુ સેમસન માત્ર 6 રન બનાવી શક્યો હતો. રિયાન પરાગ 9 રન બનાવીને આઉટ થયો હતો. દેવદત્ત પડિકલ 30 બોલમાં 48 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
આ મેચમાં બંને ટીમ ફેરફારો સાથે ઉતરી છે. દિલ્હી કેપિટલ્સની ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. રિપલ પટેલ અને ચેતન સાકરિયાને તક આપવામાં આવી છે, જ્યારે લલિત યાદવ અને ખલીલ અહેમદને આ મેચમાં સ્થાન મળ્યું નથી. શિમરોન હેટમાયર અંગત કારણોસર આ મેચમાં નથી રમી રહ્યો. તેના સ્થાને રાસી વાન ડેર ડુસેનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. દિલ્હી 11માંથી છ મેચ હારી છે. બીજી તરફ રાજસ્થાન 14 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે અને તેને ક્વોલિફાઈ થવા માટે માત્ર બે પોઈન્ટની જરૂર છે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો