RR vs MI : રાજસ્થાન રોયલ્સનો ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય, જાણો પ્લેઈંગ ઈલેવન
રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાવા જઈ રહેલા આઈપીએલના મુકાબલામાં રાજસ્થાને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
રાજસ્થાન અને મુંબઈ આઈપીએલની આ સિઝનમાં પ્રથમ વખત ટકરાવા જઈ રહ્યા છે. એક તરફ મુંબઈ ઈન્ડિયન્સ એક પર મુકાબલો જીતી શકી નથી તો રાજસ્થાન રોયલ્સ તેના બન્ને મુકાબલા જીતીને આવી છે.

બીજી તરફ પ્લેઈંગ ઈવેલનની વાત કરીએ તો બર્જરને સંદીપ શર્માની જગ્યાએ રોયલ્સ ટીમમાં સામેલ કરાયો છે. મુંબઈની ટીમમાં કોઈ ફેરફાર કરાયા નથી.
પ્લેઈંગ ઈલેવન
રાજસ્થાન રોયલ્સ : યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (WK/કેપ્ટન), રાયન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, નાન્દ્રે બર્જર, યુઝવેન્દ્ર ચહલ
મુંબઈ ઈન્ડિયન્સ : ઈશાન કિશન (વિકેટકીપર), રોહિત શર્મા, નમન ધીર, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ટિમ ડેવિડ, ગેરાલ્ડ કોએત્ઝી, પીયૂષ ચાવલા, આકાશ મધવાલ, જસપ્રિત બુમરાહ, ક્વેના મફાકા












Click it and Unblock the Notifications
