બ્રિટિશ એરવેઝ પર ભડક્યા સચિન તેંડૂલકર, જાણો શું હતું કારણ
તમને પણ વિચાર પડી ગયા ને કે સચિન તેડુંલકર કોઇની પર ભડકી પણ શકે! પોતાના શાંત સ્વભાવના કારણે જાણીતા સચિનને જો કોઇ વાતે ગુસ્સો આવ્યો હોય તો, તો પછી તે વાતનું કારણ જાણવું તો જરૂરી બને જ છે ને!

ત્યારે સચિન તેડુંલકર જેવા શાંત સ્વભાવના વ્યક્તિના ગુસ્સાનું કારણ છે બ્રિટિશ એરવેઝ. કારણ કે સીટ હોવા છતા બ્રિટિશ એરવેઝે તેના પરિવારને વેટિંગ લિસ્ટને કન્ફર્મ ના કર્યું જેના લીધે કરીને સચિને ટ્વિટર પર પોતાની નારાજગી વ્યક્ત કરી દીધું. એટલું નહીં બ્રિટિશ એરવેઝની સેવાને Bad પણ કહી દીધી.
Angry Disappointed and Frustrated.. #BAdserviceBA Family member's Waitlisted ticket not confirmed despite seats being available (1/2)
— sachin tendulkar (@sachin_rt) November 13, 2015 જો કે જે બાદ બ્રિટિશ એરવેઝ પણ ટ્વિટ કરીને સચિનથી માફી માંગી પણ તેમાય એક નવો વિવાદ થઇ ગયો. બ્રિટિશ એરવેઝ તેના ટ્વીટમાં લખ્યું કે તેમને જાણીને દુખ થયું છે. પણ શું તમે તમારી બેગ, રેફરન્સ, આખું નામ અને એડ્રેસ અમને મેસેજ કરી શકો છો. ત્યારે સચિનનું આખું નામ પૂછવા મામલે સચિનના ફેન્સે ટ્વિટ કરીને બ્રિટિશ એરવેઝનો ભારે મજાક ઉડાવીને કહ્યું કે શું બ્રિટિશ એરવેઝને સચિન કોણ છે અને તેનું આખું નામ શું છે તે પણ નથી ખબર!












Click it and Unblock the Notifications
