IPL 10માં કોણ છે સચિન તેંડુલકરના ફેવરિટ ખેલાડી?
IPL 10ની ફાઇનલ મેચ પહેલાં સચિને આઇપીએલ અંગેનો પોતાનો અનુભવ જણાવ્યો હતો અને સાથે જ આ સિઝનના પોતાના ફેવરિટ ખેલાડીઓના નામ પણ આપ્યા હતા.
આઇપીએલ સિઝનના ફાઇનલ મુકાબલા પહેલા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પોતાના વિચારો અને અનુભવ અંગે ખુલીને વાત કરી હતી. સચિને આઇપીએલના પોતાના અનુભવ અંગે જણાવતાં કહ્યું કે, ફરી એકવાર મેદાનમાં આવીને ખૂબ સારું લાગી રહ્યું છે. સચિને ડગઆઉટમાં મુંબઇની ટીમ સાથેનો પોતાનો અનુભવ યાદ કર્યો હતો.

શાનદાર અનુભવ
આઇપીએલ અંગે વાત કરતાં સચિને કહ્યું કે, હૈદ્રાબાદ ખુબ સરસ જગ્યા છે, અહીંના લોકો મેદાનમાં ખૂબ ઉત્સાહ બતાવે છે. આમારી પાસે દુનિયાભરના સારા ખેલાડીઓ છે, 40-45 દિવસ આ ખેલાડીઓ સાથે રહેવું ખૂબ સારો અનુભવ છે. આઇપીએલ માત્ર એક રમત નથી, આ દરમિયાન બીજું પણ ઘણું શીખવા મળે છે. દુનિયાભરના ખેલાડીઓ પાસેથી ઘણું શીખવા મળે છે, જેમ કે જેક કોલિસ કેકેઆર ટીમ સાથે છે અને તેમની સાથેના ખેલાડીઓને દક્ષિણ આફ્રિકાની સંસ્કૃતિ અંગે ઘણું જાણવા મળે છે. ખેલાડીઓ એકબીજા સાથે પોતાના જુદા-જુદા અનુભવ વહેંચે છે.
કોણ છે સચિનના ફેવરિટ ખેલાડી?
- પોતાના ફેવરિટ ખેલાડીઓ અંગે વાત કરતાં સચિને કહ્યું કે, મને મુંબઇની ટીમમાંથી નીતીશ રાણાએ ખૂબ પ્રભાવિત કર્યો છે, કેટલીક ક્રિટિકલ મેચમાં તેમણે ટીમને જીત અપાવી છે અને લોકોને પોતાની ક્ષમતા બતાવી છે. ક્રિટિકલ સમયમાં પણ તેમણે ધૈર્ય જાળવી રાખીને શાનદાર રમતનું પ્રદર્શન કર્યું છે.
- ખેલાડી ઋષભ પંત અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, તેઓ શાનદાર ખેલાડી છે, તેઓ જે રીતે બેટિંગ કરે છે એ જોઇને મને તેમનામાં યુવરાજ સિંહ અને સુરેશ રૈનાની ઝલક દેખાય છે. તેમને રમતા જોવા ગમે છે. આઇપીએલની શરૂઆતમાં જ ઋષભ પંતના પિતાનું નિધન થયું હતું, ત્યાર બાદ પણ તેમને વાપસી કરી અને શાનદાર રમતનું પ્રદર્શન કર્યું.
- રિષભ પંત સિવાય સચિન તેંડુલકરે થંપી, જસપ્રીત બુમરાહ અને સિરાજના પણ ખૂબ વખાણ કર્યા હતા. પૂનાની ટીમના બેટ્સમેન રાહુલ ત્રિપાઠી અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, જ્યારે તેઓ બેટિંગ કરે છે, તો એમનામાં વિરેન્દ્ર સહેવાગની ઝલક જોવા મળે છે.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ







Click it and Unblock the Notifications
