For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઇપીએલના ઈતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી બન્યો સેમ કુરેન

અંગ્રેજી ઓલરાઉન્ડર સેમ કુરેન આઈપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે જેણે કેએલ રાહુલનો પણ રેકોર્ડ તોડી નાખ્યો.

|
Google Oneindia Gujarati News

આઇપીએલની આગામી સિઝન માટે નાની હરાજી આજે શુક્રવારે 23 ડિસેમ્બરે કેરળના કોચી ખાતે શરૂ થઈ ગઈ છે. ઈંગ્લેન્ડના સેમ કરને હરાજીમાં બધા જ રેકોર્ડ તોડી નાખ્યા. તેઓ આઇપીએલના ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડી બની ગયા છે. બે કરોડ રૂપિયાની બેસ પ્રાઈઝ વાળા સેમ કરનને પંજાબ કિંગ્સે 18.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. અગાઉ કેએલ રાહુલ (17 કરોડ રૂપિયા) આઇપીએલનો સૌથી મોંઘો ખેલાડી હતો. તેમને લખનઉ સુપરઝાયન્ટ્સે ગત વર્ષે ડ્રાફ્ટ દ્વારા પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. જ્યારે હરાજીની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકાના ક્રિસ મૉરિસ સૌથી મોંઘા ખેલાડી હતા જેમની 16.25 કરોડ રૂપિયામાં હરાજી થઈ હતી. સેમ કુરેન અગાઉ પંજાબ કિંગ્સ તરફથી રમી ચૂક્યો છે. તેઓ ચેન્નઈ સુપર કિંગ્સનો પણ સભ્ય રહી ચૂક્યો છે.

sam curran

બીજી તરફ સનરાઈઝર્સ હૈદરાબાદે સૌને ચોંકાવતા ઈંગ્લેન્ડના યુવા બેટ્સમેન હૈરી બ્રુક પર પૈસાનો વરસાદ કરી દીધો છે. ફ્રેન્ચાઈઝીએ હેરી બ્રુકને 13.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. બ્રુકની બેસ પ્રાઈઝ 1.50 કરોડ રૂપિયા હતી. હૈરી બ્રુકની વાત કરીએ તો તેમને ઈંગ્લેન્ડ માટે પહેલી ટી20 મેચ 26 જાન્યુઆરી 2022ના રોજ વેસ્ટઈન્ડિઝ સામે રમી હતી. તેઓ અત્યાર સુધીમાં 20 મેચની 17 ઈનિંગમાં 372 રન બનાવી ચૂક્યા છે. તેમનો મહત્તમ સ્કોર 81 રન છે. બ્રુકની એવરેજ 26.57 અને સ્ટ્રાઈક રેટ 137.78ની રહી છે.

આઇપીએલની હરાજી લાઇવ જોવા માટે અહીં ક્લિક કરોઆઇપીએલની હરાજી લાઇવ જોવા માટે અહીં ક્લિક કરો

મયંકને આઠ ગણી કિંમત આપી

સનરાઈઝર્સ હૈદરાબા ટીમે મયંક અગ્રવાલ પર પણ ગજવું ખોલીને બોલી લગાવી. મયંકની બેસ પ્રાઈઝ એક કરોડ રૂપિયા હતી. સનરાઈઝર્સે તેમને આઠ ગણી કિંમત આપી પોતાની ટીમમાં સામેલ કર્યો. મયંકને સનરાઈઝર્સ હૈદરાબાદે 8.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તે ટીમનો આગામી કેપ્ટન બની શકે છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Sam Curran became the most expensive player in the history of IPL
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X