For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2020: ચેન્નઈની સતત ત્રીજી હારથી ભડકી ઉઠ્યો ધોની, ટીમની આ ભૂલો ગણાવી

IPL 2020: ચેન્નઈની સતત ત્રીજી હારથી ભડકી ઉઠ્યો ધોની, ટીમની આ ભૂલો ગણાવી

|
Google Oneindia Gujarati News

ચેન્નઈ સુપર કિંગ્સ માટે આઈપીએલની 13મી સીઝન કોઈ ખરાબ સપનાની જેમ સાબિત થઈ રહી છે. યૂએઈમાં રમાઈ રહેલ ટૂર્નામેન્ટમાં ધોનીની આગેવાનીવાળી ચેન્નઈ સુપર કિંગ્સ સતત ત્રીજી મેચ હારી ચૂકી છે. ઉદ્ઘાટન મેચમાં જીત સાથે ધમાકેદાર શરૂઆત કરનાર ચેન્નઈ પહેલાં રાજસ્થાન, પછીં દિલ્હી અને હવે હૈદરાબાદ સામે હારી ચૂકી છે.

dhoni

શુક્રવારે દુબઈમાં રમાયેલ ટૂર્નામેન્ટના 14મા મુકાબલામાં સનરાઈઝર્સના હાથો મળેલી હાર બાદ ધોનીએ પોતાની નારાજગી વ્યક્ત કરી મેચ બાદ તેમણે ભૂલો ગણાવતાં ચેન્નઈના ખેલાડીઓને ફટકાર લગાવી. ધોનીએ કહ્યું કે તેમના ખેલાડીઓએ વારંવાર ભૂલોનું પૂનરાવર્તન કરતાં બચવું પડશે અને આવી રીતે કેચ ટપકાવી મેચ ના જીતી શકાય.

ચેન્નઈએ સનરાઈઝર્સ હૈદરાબાદના ખેલાડી વિરુદ્ધ બહુ ખરાબ ક્ષેત્રરક્ષણ કર્યું અને અભિષેક શર્માને બેવાર જીવનદાન આપ્યું. શર્માએ પ્રિયમ ગર્ગ સાથે 77 રનની ભાગીદારી કરી હૈદરાબાદને પાંચ વિકેટ પર 164 રન સુધી પહોંચાડી. જવાબમાં ત્રણવાર ચેમ્પિયન રહી ચૂકેલી ચેન્નઈપાંચ વિકેટ ગુમાવીને 157 રન જ બનાવી શકી.

47 રન બનાવી નાબાદ રહેનાર ધોનીએ કહ્યું કે, 'હું કેટલાય બોલ ખુલ્લીને રમી ના શક્યો. કદાચ કંઈક વધુ જ કોશિશ કરી રહ્યો હતો. મને કોઈ પરેશાની નથી પરંતુ આવી રીતે ગરમીમાં ગળું વારંવાર સૂકાય જ છે.'

તેમણે કહ્યું કે, 'અમે સતત ત્રીજી મેચ ક્યારેય નથી હાર્યા. અમારે ભૂલો સુધારવી પડશે. વારંવાર એક જેવી ભૂલ ના કરી શકીએ. કેચ છૂટ્યા, નૉબોલ નાખવામાં આવી. અમે કુલ મિલાવી સારું રમી શકતા હતા. જો આ નૉકઆઉટ મેચ હોત તો કેચ છૂટવો કેટલો ભારી પડી શકતો હતો.'

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
same mistakes can't be repeated says dhoni after defeat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X