એશિયા કપ પહેલા બાંગ્લાદેશની ટીમને ઝટકો, આ ખેલાડી થયો બહાર
એશિયા કપ પહેલા બાંગ્લાદેશની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ફાસ્ટ બોલર ઈબાદત હુસૈન ઈજાના કારણે બહાર થઈ ગયો છે. ઈબાદત હુસૈન ઘૂંટણની ઈજાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. ગયા મહિને અફઘાનિસ્તાન સામેની વનડે શ્રેણી દરમિયાન તેને આ ઈજા થઈ હતી.
ઇબાદત હુસૈનની જગ્યાએ 20 વર્ષીય ફાસ્ટ બોલર તનઝીમ હસનનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઇબાદત હુસૈન ગયા મહિને અફઘાનિસ્તાન સામે વનડે રમ્યો હતો. ત્યાં ઈજા બાદ એવું માનવામાં આવતું હતું કે તે એશિયા કપ સુધી ફિટ રહેશે પરંતુ એવું થયું નથી.

તનઝીમ અત્યાર સુધી તમામ ફોર્મેટમાં અનકેપ્ડ ખેલાડી છે. લિસ્ટ A ક્રિકેટમાં તેની કુલ 57 વિકેટ છે. આ દરમિયાન તેણે કુલ 37 મેચ રમી છે. આમાંથી કેટલીક મેચો તેણે તાજેતરમાં સમાપ્ત થયેલા ઇમર્જિંગ એશિયા કપ દરમિયાન રમી હતી. તેણે ઢાકા પ્રીમિયર લીગમાંપણ શાનદાર પ્રદર્શન કર્યું છે.
તે અંડર 19 વર્લ્ડ કપ વિજેતા ટીમમાં હતો. વર્ષ 2020માં ટીમે ખિતાબ જીત્યો હતો. સિનિયર ટીમમાં સ્થાન મેળવનાર તે ટીમનો નવમો ક્રિકેટર બન્યો છે. તોહીદ હૃદયોય મૃત્યુંજય ચૌધરી, પરવેઝ હુસૈન, મહમુદુલ હસન જોય, શમીમ હુસૈન, શોરફુલ ઇસ્લામ વગેરે જેવા ખેલાડીઓએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું છે.
એશિયા કપમાં બાંગ્લાદેશનું પ્રદર્શન જોવા જેવું રહેશે. તેમના માટે ODI વર્લ્ડ કપ પહેલા તૈયારી કરવા માટે આ એક સારું પ્લેટફોર્મ છે. જોકે આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન જેવી મોટી ટીમો પણ રમી રહી છે. જોકે, બાંગ્લાદેશ ટીમની ક્ષમતા પર કોઈને શંકા ન કરવી જોઈએ.
એશિયા કપ માટેની બાંગ્લાદેશની ટીમઃ શાકિબ અલ હસન (કેપ્ટન), લિટન દાસ, નજમુલ હુસૈન શાંતો, તૌહીદ હ્રિદોય, મુશફિકુર રહીમ, અફીફ હુસૈન, મેહદી હસન મિરાજ, તસ્કીન અહેમદ, હસન મહમૂદ, મુસ્તફિઝુર રહેમાન, શોરફુલ ઈસ્લામ, નસુમ અહેમદ, મહેદી હસન, મોહમ્મદ નઈમ, શમીમ હુસૈન, તન્ઝીદ હસન, તનઝીમ હસન.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
