Shikhar Dhawan Affair : આટલી હસીનાઓ સાથે જોડાઈ ચુક્યુ છે શિખર ધવનનું નામ, જુઓ લિસ્ટમાં કોના કોના નામ?

ભારતીય ક્રિકેટના ગબ્બર એટલે કે શિખર ધવનને તેના ક્રિકેટ કરિયરને સમાપ્ત કરતા નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. તેણે ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રિય બન્ને ક્રિકેટને અલવિદા કહ્યુ છે.

જણાવી દઈએ કે શાનદાર પ્રોફેશનલ લાઈફ ધરાવતા શિખર ધવનને લગ્ન જીવનમાં ઘણું દુઃખ સહન કરવુ પડ્યુ છે. શિખર ધવનની લવ લાઈફમાં તેની સાથે પહેલા પણ ઘણા નામ જોડાયા છે.

Shikhar Dhawan Affair

હુમા કુરેશી
આ લિસ્ટમાં હુમા કુરેશીનું નામ પહેલું છેય બંનેના ડેટિંગની અફવાઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ હતી. જો કે આ વાત કેટલી સાચી છે તે હજુ સુધી કોઈ જાણતું નથી.

મિતાલી રાજ
શિખર ધવનનું નામ ભારતીય મહિલા ટીમની પૂર્વ કેપ્ટન મિતાલી રાજ સાથે પણ જોડાયું છે. ગબ્બરે પોતે જિયો સિનેમાના ધવન કરેંગે શોમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું કે, મેં સાંભળ્યું હતું કે હું જલ્દી જ મિતાલી રાજ સાથે લગ્ન કરવાનો છું. જો કે, ધવને આને પણ માત્ર અફવા ગણાવી હતી.

શિખર ધવને એક ચેટ શોમાં પોતાની પસંદગીઓ વિશે ખુલાસો કર્યો હતો કે તે પ્રિયંકા ચોપરા અને કરીના કપૂરને ખૂબ પસંદ કરે છે. જો કે બંને અભિનેત્રીઓ પરિણીત છે, પરંતુ ફની રીતે બોલતા તેણે કહ્યું કે જો લગ્ન ન થયા હોત તો તેઓ ચોક્કસપણે પ્રપોઝ કર્યું હોત.

જણાવી દઈએ કે, શિખર ધવન ખૂબ જ ખુશખુશાલ વ્યક્તિ છે પરંતુ જો અંગત જીવનની વાત કરીએ તો તેના હસતા ચહેરા પાછળ ઘણા દુ:ખ છે. આનું કારણ બીજું કોઈ નહીં પણ તેની પૂર્વ પત્ની આયેશા મુખર્જી છે.

બંનેએ વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. તેમના લગ્ન એટલા માટે હેડલાઈન્સમાં હતા કારણ કે તેની પત્ની તેના કરતા 12 વર્ષ મોટી હતી અને પહેલાથી જ છૂટાછેડા લઈ ચૂકી હતી. જો કે, શિખર ધવન આનાથી પરેશાન ન હતો.

લગ્ન થોડા સમય સુધી સારી રીતે ચાલ્યા પરંતુ 11 વર્ષ પછી તેમના છૂટાછેડા થઈ ગયા. આ લગ્નથી બંનેને એક પુત્ર છે જેનું નામ જોરાવર છે. જણાવી દઈએ કે છૂટાછેડા પછી શિખર ધવને તેની પત્ની પર આરોપ લગાવ્યો હતો કે તે તેને તેમના પુત્રને મળવા પણ નથી દેતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X