Shubhman Gill Birthday : સારા તેંડુલકર કે અનન્યા પાંડે? જાણો કોને ડેટ કરી રહ્યો છે શુભમન ગિલ?
Shubhman Gill Birthday : ભારતીય ઓપનર શુભમન ગીલ 24 વર્ષનો થઈ ગયો છે. જણાવી દઈએ કે, શુભમન ગિલ ક્રિકેટ સાથે સાથે તેની અંગત લાઈફને લઈને ખુબ ચર્ચામાં છે.
ભારત માટે ત્રણેય ફોર્મેટમાં રચી ચુકેલો શુભમન ગિલ તેના અફેરના લઈને હંમેશા મિસ્ટ્રી મેન રહ્યોંં છે. તેનું નામ સારા તેંડુલકરથી લઈને અનન્યા પાંડે સાથે જોડવામાં આવે છે.

શુભમન ગિલની અંગત લાઈફ સતત સમાચારોમાં છવાયેલી રહે છે. તેનું નામ ઘણી જાણીતી હસ્તીઓ સાથે જોડાયેલુ છે. તેના રોમેન્ટિક સંબંધો વિશે ઘણી અફવાઓ અને અટકળો છે.
હાલમાં જ શુભમન ગિલ અને બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે મુંબઈમાં એક પાર્ટીમાં સાથે જોવા મળ્યા બાદ ડેટિંગની અફવાઓએ વેગ પકડ્યો છે. જો કે, સત્ય એ છે કે બંને કોઈક બ્રાન્ડના પ્રમોશનમાં સાથે જોવા મળ્યા હતા.
સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર અને શુભમન ગિલ વચ્ચેના સંબંધો ખૂબ ચર્ચાનો વિષય રહ્યા છે. આ અફવા ત્યારે શરૂ થઈ જ્યારે સારાએ 2020માં આઈપીએલ મેચ દરમિયાન શુભમનના વખાણ કર્યા હતા.
બન્નેના કથિત બ્રેકઅપ અને ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરવાથી આ અફવાઓને વધુ વેગ મળ્યો. શુભમન કે સારાએ ક્યારેય તેમના સંબંધો અંગે જાહેરમાં ટિપ્પણી કરી નથી.
શુભમન ગિલ સાથે જોડાયેલું બીજું નામ બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાનનું છે, જે અભિનેતા સૈફ અલી ખાનની પુત્રી છે. બંને એક રેસ્ટોરન્ટમાં સાથે જોવા મળ્યા હતા અને ઘણી વખત સાથે જોવા મળ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, બન્નેએ એકબીજાને થોડા સમય માટે ડેટ કર્યુ હતુ. જો કે આ વાતની ક્યારેય સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
રેકોર્ડની વાત કરીએ તો શુભમન ગિલે 25 મેચમાં 35.5ની એવરેજથી 1492 રન બનાવ્યા છે. વનડેમાં તેનું પ્રદર્શન વધુ સારું રહ્યું છે, તેણે 47 મેચમાં 58.1ની એવરેજથી 2328 રન બનાવ્યા છે. T20 મેચોમાં તેણે 21 મેચમાં 30.4ની એવરેજથી 587 રન બનાવ્યા છે. શુભમન ગિલને આવનારા સમયમાં ભારતના ભાવિ સ્ટાર તરીકે ગણવામાં આવે છે.












Click it and Unblock the Notifications
