For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શુભમન ગીલે કોહલીનો તોડ્યો રેકોર્ડ, વન ડેમાં ભારતમાં સૌથી ઝડપી 1000 રન બનાવ્યા

ટીમ ઈન્ડિયાના ઓપનર શુભમન ગિલે વન ડેમાં પોતાના નામે મોટો રેકોર્ડ નોંધાવ્યો છે. શુભમન ગીલે 19 મેચોમાં સૌથી ફાસ્ટ 1000 રન ફટકારી વિરાટ કોહલીને પાછળ છોડી દીધા છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય ક્રિકેટ ટીમ આજે એટલે કે બુધવારે હૈદરાબાદમાં 3 મેચની શ્રેણીની પ્રથમ ODIમાં મહેમાન ન્યુઝીલેન્ડ (IND vs NZ) સામે રમી રહી છે. આ મેચ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ટીમ ઈન્ડિયાના ઓપનર શુભમન ગિલે વન ડેમાં પોતાના નામે મોટો રેકોર્ડ નોંધાવ્યો છે. શુભમન ગીલે 19 મેચોમાં સૌથી ફાસ્ટ 1000 રન ફટકારી વિરાટ કોહલીને પાછળ છોડી દીધા છે. આ ઉપરાંત શુભમન ગીલે બેક ટુ બેક 2 મેચોમાં શતક સાથે વન ડે કરીયરનુ ત્રીજુ શતક લગાવ્યુ છે.

Shubhman Gill

ઉલ્લેખનિય છેકે વિરાટ કોહલી અને શિખર ધવને 24-24 મેચોમાં 1000 રન બનાવ્યા છે. આ સાથે વિશ્વ રેન્કીંગની વાત કરીયે તો શુભમન ગીલ બીજા ક્રમે પહોંચી ગયા છે. સમાચાર લખાય છે ત્યાં સુધી, શુભમન ગીલે ODIમાં તેનો સર્વોચ્ચ સ્કોર તોડી નાખ્યો છે. ગિલે છેલ્લી મેચમાં 116 રન બનાવ્યા હતા, પરંતુ આજે તે આ સ્કોરથી આગળ નીકળી ગયો છે. આ સાથે જ શુભમન ગિલે તેની ODI કરિયરમાં સૌથી ઝડપી 1000 રન પણ પૂરા કર્યા છે અને તેણે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ગિલે 19 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી જ્યારે વિરાટ કોહલીએ 24 ઇનિંગ્સમાં 1000 રન પૂરા કર્યા હતા. સૌથી ઝડપી 1000 રન બનાવવાનો રેકોર્ડ પાકિસ્તાનના ફખર ઝમાનના નામે છે. તેણે 18 ઇનિંગ્સમાં પોતાના 1000 ODI રન પૂરા કર્યા હતા.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Shubman Gill breaks Kohli's record, fastest to 1000 runs in ODIs for India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X