ટીવી અભિનેત્રી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે શુભમન ગિલ? જાણો કોણ છે આ હસીના?
ભારતીય ક્રિકેટર શુભમન ગિલનું નામ એક પછી એક હસીનાઓ સાથે જોડાઈ રહ્યું છે. સારા અલી ખાન અને સારા તેંડુલકર બાદ હવે તેનું નામ વધુ એક હસીના સાથે જોડાયુ છે.
છેલ્લા 5 વર્ષમાં શુભમન ગિલનું નામ 3 હસીનાઓ સાથે જોડાયું છે. આ યાદીમાં સારા તેંડુલકર અને સારા અલી ખાન સિવાય ટેલિવિઝન અભિનેત્રી રિદ્ધિમા પંડિત સાથે શુભમન ગિલના લગ્નની વાતો શરૂ થઈ છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, T20 વર્લ્ડ કપ પછી શુભમન ગિલ ટેલિવિઝન એક્ટ્રેસ રિદ્ધિમા પંડિત સાથે લગ્ન કરી શકે છે, પરંતુ આ વાતોમાં કેટલું સત્ય છે? આ સવાલનો જવાબ રિદ્ધિમા પંડિતે પોતે આપ્યો છે.
રિદ્ધિમા પંડિતે શુભમન ગિલ સાથે લગ્નની વાતોને સંપૂર્ણપણે ફગાવી દીધી છે. તેણીએ સ્પષ્ટ કહ્યું કે આ વાતોમાં કોઈ સત્ય નથી, તે શુભમન ગિલ સાથે લગ્ન નથી કરી રહી. રિદ્ધિમા પંડિતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.
આ પોસ્ટ દ્વારા તેણીએ આ વાતને સંપૂર્ણપણે ફગાવી દીધી છે. તેણીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું છે કે હું લગ્ન નથી કરી રહી, પરંતુ જો મારા જીવનમાં આવું કંઈ થશે તો હું તમને જણાવીશ, પરંતુ અત્યારે આ બધી અફવાઓમાં કોઈ સત્ય નથી, આ બધુ બકવાસ છે.












Click it and Unblock the Notifications
