video : કોણ છે શુભમન ગિલ સાથે જોવા મળી રહેલી ખૂબસૂરત હસીના? વીડિયો વાયરલ
Shubman Gill and Harleen Deol video : ભારતીય ક્રિકેટમાં ધમાલ મચાવનારા બેટ્સમેન શુભમન ગિલ ફરી એકવાર ચર્ચામાં છે આ વખતે તેના પરફોર્મન્સ નહીં પણ એક જુનો વીડિયો વાયરલ થવાના કારણે ચર્ચામાં છે.
આ વીડિયોમાં શુભમન ગિલ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની બેટ્સમેન હરલીન દેઓલ સાથે જોવા મળી રહ્યો છે. હવે બન્નેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયામાં શુભમન ગિલ અને હરલીન દેઓલનો જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં તમે કોણ છો? તમારું નામ શું છે? ગીત વાગી રહ્યું છે.
શુભમન ગિલ હાલ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યો છે. તેણે બાંગ્લાદેશ સામે શાનદાર સદી ફટકારી છે. પાકિસ્તાન સામેની મેચમાં પણ તેણે ભારતીય ટીમને મજબૂત શરૂઆત આપી હતી. પોતાના શાનદાર સ્ટ્રોકપ્લે અને અડગ સ્વભાવને કારણે ગિલ આધુનિક યુગના સૌથી આશાસ્પદ બેટ્સમેન ગણાય છે.
હરલીન દેઓલ એ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની એક ટેલેન્ટેડ બેટ્સમેન છે. તેણે મહિલા IPLમાં ગુજરાત જાયન્ટ્સ માટે મહત્વની ઈનિંગ્સ રમી છે.
ઘરેલું ક્રિકેટથી શરૂઆત કર્યા બાદ 2013માં તેણીની ભારતીય ટીમમાં પસંદ થઈ. 2019માં ઈંગ્લેન્ડ સામે T-20 અને ODIમાં આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કરનાર હરલીન સતત સારૂ પ્રદર્શન કરી રહી છે.
આ વાયરલ થયેલા વીડિયોમાં હરલીન, શુભમન ગિલ પાસેથી બેટિંગ ટિપ્સ લેતી જોવા મળી રહી છે. તેના પ્રશંસકો આ મોમેન્ટને ખૂબ પસંદ કરી રહ્યા છે અને બંને ક્રિકેટર્સ વચ્ચેની મજેદાર કેમેસ્ટ્રીનું વખાણ કરી રહ્યા છે.
આ વીડિયો પર ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યાં છે. એક યુઝરે લખ્યું કે, શુભમન ગિલ અને હરલીન દેઓલ એકસાથે ખૂબ જ સારા લાગી રહ્યા છે. જ્યારે બીજાએ લખ્યું કે, બે પંજાબી એક જ ફ્રેમમાં! શું વાત છે.












Click it and Unblock the Notifications
