સિક્સર કિંગ જોની બેયરસ્ટોનું ટુટી ચુક્યુ છે દિલ, આ હસીનાએ દગો કરીને બીજા સાથે લગ્ન કરી લીધા
IPL 2024 માં જોની બેરસ્ટોનું બેટ ખુબ બોલી રહ્યું છે. પંજાબની છેલ્લી મેચમાં જીત અપાવવામાં જોનીએ મહત્વની ઈનિંગ રમી. બેયરસ્ટોએ T20 ઈતિહાસના સૌથી મોટા લક્ષ્યનો પીછો કરતા અણનમ સદી ફટકારીને ટીમને જીતાડી દીધી.
બેયરસ્ટોને ઘણી વખત તેના બેટથી ધમાલ મચાવે છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે બેયરસ્ટો તેની અંગત લાઈફમાં મોટો દગો ખાઈ ચુક્યો છે.

જોની બેરસ્ટો અને બ્રિટિશ અભિનેત્રી એલેનોર ટોમલિન્સન ડેટિંગના સમાચાર એક સમયે પૂરજોશમાં હતા. એલેનોર ટોમલિન્સન 2018 સુધી અભિનેતા હેરી રિચાર્ડસનને ડેટ કરતી હતી. આ પછી હેરી સાથેના બ્રેકઅપ પછી તે બેયરસ્ટોને મળી.
બેયરસ્ટો અને એલેનોર કેટલાક પ્રસંગોએ સાથે જોવા મળ્યા હતા. જો કે, તેમના સંબંધોને લઈને ક્યારેય કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. 2020 દરમિયાન એલેનોર ટોમલિન્સને સ્પષ્ટ કર્યું કે તે રગ્બી પ્લેયર વિલ ઓવેનને ડેટ કરી રહી છે. આ પછી સ્પષ્ટ થયું કે એલેનરે બેયરસ્ટોનું દિલ તોડ્યુ છે.
એલેનોર ટોમલિન્સનની વાત કરીએ તો તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે અવારનવાર ફેન્સ માટે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. ઈન્સ્ટાગ્રામ પર લગભગ 2 લાખ 70 હજાર લોકો તેને ફોલો કરે છે.












Click it and Unblock the Notifications
