Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

તો આ રીતે પડ્યું વોશિંગટન સુંદરનું નામ, જાણો વોશિંગટન સુંદરની જીવનસફર

Washington Sunder birthday: ક્રિકેટપ્રેમીઓ આજે ઘણા ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. યુવા ક્રિકેટ ફેન્સ વોશિંગટન સુંદરના જબરા ફેન છે. આજે તેમના પ્રિય ભારતીય ક્રિકેટર વોશિંગટન સુંદરનો જન્મદિવસ છે. વોશિંગટન સુંદર આજે 25 વર્ષનો થયો છે.

ભારતીય ટીમનો યુવા ખેલાડી વોશિંગ્ટન સુંદર 5 ઓક્ટોબરના રોજ પોતાનો 25મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ યુવા ખેલાડીએ ખૂબ જ ઓછા સમયમાં ભારતીય ટીમમાં પોતાની મજબૂત જગ્યા બનાવી લીધી છે.

ટી20 ફોર્મેટમાં વોશિંગ્ટન સુંદરના ઓલરાઉન્ડ પ્રદર્શન દ્વારા ટીમને ઘણી વાર જીત અપાવી છે. વોશિંગ્ટન સુંદર હવે બાંગ્લાદેશ સામેની ટી20 શ્રેણીમાં પોતાની તાકાત બતાવતો જોવા મળી શકે છે.

તમિલનાડુના આ ખેલાડીની સ્ટોરી સંઘર્ષથી ભરેલી છે. વોશિંગ્ટન સુંદર સાથે તેના બાળપણમાં કંઈક એવું બન્યું હતું, જેના વિશે જાણીને સૌ કોઈ ચોંકી જશે. જ્યારે તે માત્ર 4 વર્ષનો હતો, ત્યારે તેના પરિવારને ખબર પડી કે, તે એક કાનેથી સાંભળી શકતો નથી.

Washington Sunder

વર્ષો સુધી તેમની સારવાર કરવામાં આવી હતી, પરંતુ આજે પણ તે આ બીમારી સામે ઝઝૂમી રહ્યા છે, પરંતુ તેમ છતાં વોશિંગ્ટન સુંદરે પોતાની આ નબળાઈને ક્યારેય પોતાના પર હાવી થવા દીધી નથી.

વોશિંગ્ટન સુંદરના નામને લઈને ચાહકોમાં ઘણી મૂંઝવણ અનુભવતા હોય છે. કેટલાક લોકો એવું પણ વિચારે છે કે, વોશિંગ્ટન સુંદરનો સંબંધ વોશિંગ્ટન શહેર સાથે છે, પરંતુ એ વાતમાં કોઈ સચ્ચાઈ નથી.

વોશિંગ્ટન સુંદરના પિતા એમ. સુંદરે એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમના પુત્રના નામ પાછળની એક રસપ્રદ સ્ટોરી જણાવી હતી.

તેમણે જણાવ્યું હતું કે, એક હિન્દુ પરિવારમાં ઉછરેલો, મારી આસપાસ હંમેશા અલગ-અલગ પ્રકારના પડોશીઓ રહેતા હતા, જેમાંથી દરેકની પોતાની સ્ટોરી હતી.

તેમાંથી એક પૂર્વ સૈનિક હતા, જે અમારા ઘરથી થોડે દૂર રહેતા હતા. તેમને ક્રિકેટનો ખૂબ જ શોખ હતો, તેઓ ઘણીવાર મરિના ગ્રાઉન્ડ પર રમત જોવા મળતા હતા.

તેમનું નામ પીડી વોશિંગ્ટન હતું. પીડી વોશિંગ્ટનની ક્રિકેટ જોવા માટે મરિના ગ્રાઉન્ડની અવારનવાર મુલાકાતે રમત પ્રત્યેનો તેમનો જુસ્સો દર્શાવે છે. તેમનો ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ જોઈને એમ. સુંદર તેમનાથી ખૂબ જ પ્રભાવિત થયા હતા.

સુંદરના પિતા અને પીડી વોશિંગ્ટન વચ્ચે સારા સંબંધો હતા. આ સ્પેશિયલ બોન્ડ વિશે એમ સુંદરે જણાવ્યું હતું કે, જ્યારે પણ સ્કૂલ માટે પુસ્તકો અને કપડાંની જરૂર પડતી ત્યારે વોશિંગ્ટન એ બધું લઈ આવતા હતા.

આ સાથે સુંદરની સ્કૂલની ફી પણ વોશિંગ્ટન ભરતા હતા, કારણ કે અમારી સ્થિતિ ઘણી નબળી હતી અને આવી સ્થિતિમાં વોશિંગ્ટન સુંદરને આગળ લઈ જવામાં પીડી વોશિંગ્ટનનો મોટો હાથ હતો.

ઉલ્લેખનીય છે કે, વોશિંગ્ટન સુંદરે 6 ઓક્ટોબર, 2016ના રોજ રણજી ટ્રોફીમાં તમિલનાડુ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી 13 ડિસેમ્બરસ 2017ના રોજ તેણે શ્રીલંકા સામે તેની પ્રથમ ટી20 મેચ રમી હતી.

વર્ષ 2017 માં વોશિગ્ટન સુંદરે 13 ડિસેમ્બરના રોજ શ્રીલંકા સામે તેની ODI ડેબ્યૂ પણ કર્યું હતું. 2017માં પોતાની આઈપીએલ કારકિર્દીની શરૂઆત કરનારા વોશિંગ્ટન સુંદરે રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદ માટે આઈપીએલ રમી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X