For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૌરવ ગાંગુલીએ લાવ્યો અટકળોનો અંત, ‘બીસીસીઆઇ અધ્યક્ષ પદની રેસમાં હું નથી'

લોઢા સમિતિની ભલામણો લાગૂ કરવા અને સુપ્રિમ કોર્ટના ચૂકાદા પર ગાંગુલીએ કહ્યુ કે બીસીસીઆઇ પાસે સુપ્રિમ કોર્ટનો આદેશ માનવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી...

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

ટીમ ઇંડિયાના પૂર્વ કેપ્ટન અને બંગાળ ક્રિકેટ સંઘ (સીએબી) ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ મંગળવારે બીસીસીઆઇ અધ્યક્ષ બનવાના પ્રબળ દાવેદાર હોવાની અટકળોનો અંત લાવી દીધો છે. તેણે કહ્યુ કે તે હાલમાં આ પદ માટે ક્વોલિફાય નથી. ગાંગુલીએ તમામ અટકળોનો અંત લાવતા કહ્યુ કે, 'મારુ નામ વિના કારણે જ સામે લાવવામાં આવી રહ્યુ છે. અત્યારે હું આ પદ ક્વોલિફાય નથી કરતો. કૈબ અધ્યક્ષ તરીકે મે હજુ માત્ર એક વર્ષ પૂર્ણ કર્યુ છે. બે વર્ષ હજુ બચ્યા છે. બીસીસીઆઇ અધ્યક્ષ પદની દાવેદારીમાં હું નથી.'

saurav

ગાવસ્કરે આપ્યુ હતુ ગાંગુલીનું નામ

લોઢા સમિતિની ભલામણો લાગૂ કરવા અને સુપ્રિમ કોર્ટના ચૂકાદા પર ગાંગુલીએ કહ્યુ કે બીસીસીઆઇ પાસે સુપ્રિમ કોર્ટનો આદેશ માનવા સિવાય કોઇ વિકલ્પ નથી. તેમણે જણાવ્યુ કે બોર્ડ આ વિશે નિર્ણય કરશે અને ભવિષ્યની નીતિઓ પર વિચાર કરશે. ગાંગુલીએ જણાવ્યુ કે 22 જાન્યુઆરીએ ઇડન ગાર્ડંસમાં ભારત-ઇંગ્લેંડ વચ્ચે યોજાનાર ત્રીજી વન ડે બાદ કૈબની સામાન્ય સભાની બેઠક યોજાશે. ગાંગુલીનું નામ બીસીસીઆઇ અધ્યક્ષ પદ માટે ત્યારે સામે આવ્યુ જ્યારે ટીમ ઇંડિયાના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે એક ટીવી ચેનલ સાથે વાતચીત દરમિયાન તેમનું નામ લીધુ. ગાવસ્કરે કહ્યુ કે, 'બીસીસીઆઇ પાસે સારી બેંચ સ્ટ્રેંથ છે. જે સારી ભૂમિકા નિભાવી શકે છે. મારા મનમાં સૌરવ ગાંગુલીનું નામ આવે છે.'

મહિનાઓથી ચાલી રહી હતી કાયદાકીય લડત

તમને જણાવી દઇએ કે લોઢા સમિતિની ભલામણો લાગૂ ન કરવાને કારણે બીસીસીઆઇ સામે સુપ્રિમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. મહિનાઓ સુધી ચાલેલી કાનૂની લડત બાદ સોમવારે સુપ્રિમ કોર્ટે બીસીસીઆઇ અધ્યક્ષ અનુરાગ ઠાકુર અને સચિવ અજય શિર્કેને પદ પરથી હટાવવાનો આદેશ આપ્યો હતો. સુપ્રિમ કોર્ટે ઇંડિયન પ્રીમિયમ લીગ (આઇપીએલ) માં સટ્ટાબાજીની ફરિયાદ મળ્યા બાદ ક્રિકેટમાં સુધાર માટે લોઢા સમિતિની રચના કરી હતી. સમિતિએ આરોપ લગાવ્યો હતો કે બીસીસીઆઇ લોઢા સમિતિની ભલામણો લાગૂ કરવામાંથી બચી રહ્યુ છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
sourav ganguli says he does not qualify for bcci president post
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X