SRH vs RR: હૈદરાબાદે રાજસ્થાનને જીતવા માટે 159 રનનો ટાર્ગેટ આપ્યો

SRH vs RR: હૈદરાબાદે રાજસ્થાનને જીતવા માટે 159 રનનો ટાર્ગેટ આપ્યો

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 26મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સ સામે 4 વિકેટ ગુમાવી 158 રન બનાવ્યા. જીતવા માટે રાજસ્થાન રોયલ્સને હૈદરાબાદે 159 રનનો ટાર્ગેટ આપ્યો. કેપ્ટન ડેવિડ વોર્નરે 38 બોલમાં 48 રન બનાવ્યા, જેમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ છે. જ્યારે વિકેટકીપર જૉની બેયરસ્ટોએ 19 બોલમાં 16 રન બનાવ્યા. ત્રીજા નંબર પર આવેલ મનીષ પાંડેએ 44 બોલમાં 54 રનની ઈનિંગ રમી, જેમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ છે.

david warner

રાજસ્થાન માટે જોફ્રા આર્ચરે 25 રન આપી 1 વિકેટ ખેરવી. કાર્તિક ત્યાગીએ 3 ઓવરમાં 29 રન લૂટાવ્યા, જ્યારે જયદેવ ઉનાડકટે 4 ઓવરમાં 31 રન આપી 1-1 વિકેટ ખેરવી. રાહુલ તેવતિયા સૌથી મોંઘા સાબિત થયા જેમણે 4 ઓવરમાં વિકેટ લીધા વિના 35 રન લૂંટાવ્યા.

ડેવિડ વોર્નરની આગેવાની વાળી સનરાઈઝર્સ હૈદરાબાદે આ સીઝનમાં રમાયેલ છ મેચમાંથી ત્રણ જીતી છે. ટીમ 6 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલના પાંચમા સ્થાને છે. રાજસ્થાને ટૂર્નામેન્ટમાં સારી શરૂઆત કરી હતી, પરંતુ સતત ચારમ મેચ હાર્યા બાદ 7મા સ્થાને પહોંચી ગઈ છે. એવામાં ટૂર્નામેન્ટમાં બની રહેવા માટે હૈદરાબાદ સામે જીત નોંધાવવી તેમના માટે પડકાર હશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X