For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાર બાદ સ્ટીવ સ્મિથને લાગ્યો ઝાટકો, 12 લાખનો દંડ પણ ભરવો પડશે

હાર બાદ સ્ટીવ સ્મિથને લાગ્યો ઝાટકો, 12 લાખનો દંડ પણ ભરવો પડશે

|
Google Oneindia Gujarati News

ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનમાં રાજસ્થાન રોયલ્સની શરૂઆત તો સારી રહી, પરંતુ બે મેચ જીત્યા બાદ ટીમે સતત ત્રીજી હારનો સામનો કરવો પડ્યો. મંગળવારે આબુધાબીના શેખ જાયદ મેદાનમાં રમાયેલ મુંબઈ ઈન્ડિયન્સ સામેના મુકાબલામાં રાજસ્થાન રોયલ્સે 57 રને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ બાદ ટીમના કેપ્ટન સ્ટીવ સ્મિથને વધુ એક ઝાટકો લાગ્યો છે. સ્લો ઓવર રેટના કારણે સ્મિથ પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

steve smith

ઈન્ડિયન પ્રીમિયર લીગ તરફથી નિવેદન જાહેર કરી સ્ટીવ સ્મિથ પર દંડ ફટકારવાની જાણકારી આપી છે. જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, 'રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સ્ટીવ સ્મિથ પર આબુધાબીમાં મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ રમાયેલી મેચમાં સ્લો ઓવર રેટના દોષી જાણી 12 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે.'

જણાવી દઈએ કે અગાઉ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીને સ્લો ઓવર રેટના દોષી માની 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જે બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ ઐય્યરને સ્લો ઓવર રેટનો દોષી માની 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને હવે સ્ટીવ સ્મિથને દંડ ફટકારવામાં આવ્યો છે.

IPL 2020: સનરાઈઝર્સ હૈદરાબાદમાં ભૂવીની જગ્યા લેનાર પૃથ્વીરાજ યારા કોણ છે? જાણોIPL 2020: સનરાઈઝર્સ હૈદરાબાદમાં ભૂવીની જગ્યા લેનાર પૃથ્વીરાજ યારા કોણ છે? જાણો

જો કે આ ત્રણેય કેપ્ટનની આ સીઝનમાં પહેલી ભૂલ રહી માટે તેમના પર 12 લાખનો દંડ લગાવવામાં આવ્યો છે, બીજી ભૂલ પર આ દંડની રકમ 15 લાખ સુધી વધી શકે છે અને વારંવાર ભૂલ કરવા પર કેપ્ટન પર મેચનો બેન પણ લાગી શકે છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
steve smith is the third captain who has been fined for slow over rate in ipl 2020
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X