IPL 2020: આજની મેચ હારી તો પ્લેઑફથી બહાર થઈ જશે સનરાઈઝર્સ હૈદરાબાદ, સંભાવિત Xi

IPL 2020: આજની મેચ હારી તો પ્લેઑફથી બહાર થઈ જશે સનરાઈઝર્સ હૈદરાબાદ, સંભાવિત Xi

આજે ડબલ ડેકર મેચના બીજા મુકાબલામાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ટક્કર થશે. આ મેચ સાંજે સાઢા સાત વાગ્યે રમાશે. ડેવિડ વોર્નરની ટીમ આ મેચ જીતી 2 મહત્વના અંક લેવા માંગશે કેમ કે તેમના 12 મેચમાં માત્ર 10 પોઈન્ટ જ છે.

rcb vs srh

આ મુકાબલો શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. જ્યાં સુધી પ્લેઈંગ ઈલેવનની વાત છે તો આરસીબીએ અત્યાર સુધી મેચના હિસાબે પોતાની ટીમ ઉતારી છે અને આ કારણે જ મજબૂત ટીમ હોવા છતાં તેની પાસે સ્થાપિત પ્લેઈંગ ઈલેવન નથી. ડેલ સ્ટેન શરૂમાં રમ્યા બાદથી બહાર છે. આરસીબીએ શારજાહમાં પાછલી બે મેચમાં વધારાનો બોલર રમાડ્યો એટલે કે ઈસરુ ઉદાનાની વાપસી થઈ શકે છે. આ ઉપરાંત કિંગ્સ ઈલેવનની ટીમે દેખાડ્યું કે બે લેગ સ્પિનર હોવા કામની વાત હોય શકે છે અને આ હિસાબે એડમ જામ્પાને રમવાનો મોકો મળે તો આશ્ચર્યની વાત નહિ હોય. જો શિવમ દુબેને બોલિંગનો વિકલ્પ માનવામાં ના આવે તો શાહબાજ અહમદ અથવા ઉમેશ યાદવની વાપસી થઈ શકે છે.

બીજી તરફ સનરાઈઝર્સ હૈદરાબાદ માટે સાહાની બેટિંગ માચલી મેચમાં રાહત ભર્યા સમાચાર હતા પરંતુ બીજી ઈનિંગમાં તે કીપિંગ કરવા નહોતા આવ્યા. ટીમ ઉમ્મીદ કરશે કે સાહા રિકવર કરી જાય કેમ કે બેયરસ્ટોને ટીમમાં પરત લાવવામાં આવે તો અન્ય કોઈ ઓવરસીઝ પ્લેયરને કાઢવો પડી શકે છે અને હાલ હોલ્ડર કે વોર્નરને ટીમમાંથી કાઢી શકાય તેમ નથી. ત્યારે બની શકે કે જો સાહા રમવા ના આવે તો તેની જગ્યાએ શ્રીવાસ્તવ ગોસ્વામીને મોકો આપવામાં આવી શકે છે.

સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઈંગ ઈલેવનઃ ડેવિડ વોર્નર, રિદ્ધિમાન સહા/ એસ ગોસ્વામી, મનીષ પાંડે, કેન વિલિયમસન, અબ્દુલ સમદ, વિજય શંકર/ અભિષેક શર્મા, જેસન હોલ્ડર, રાશિદ ખાન, સંદીપ શર્મા, શાહબાજ નદીમ/ ખલીલ અહમદ, ટી નટરાજન.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઈંગ ઈલેવનઃ દેવદત્ત પડિક્કલ, જોશુઆ ફિલિપ, વિરાટ કોહલી, એબી ડીવિલિયર્સ, ગુરકીરત માન, વૉશિંગ્ટન સુંદર, ક્રિસ મૉરિસ, ઈસુરુ ઉદાના/ એડમ જામ્પા, શાહબાજ અહમદ/ નવદીપ સૈની/ ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X