IPLમાં સુરેશ રૈનાની 5 શાનદાર ઇનિંગ્સ, ચોક્કા છક્કાનો થયો હતો વરસાદ
ભારતના સ્ટાર ક્રિકેટર સુરેશ રૈનાએ અચાનક સંન્યાસ લઈને તમામ ચાહકોને ચોંકાવી દીધા છે. ચાહકોને આશા હતી કે, રૈના IPL 2023માં રમતા જોવા મળી શકે છે, પરંતુ હવે આ અટકળોનો અંત આવી ગયો છે.
ભારતના સ્ટાર ક્રિકેટર સુરેશ રૈનાએ અચાનક સંન્યાસ લઈને તમામ ચાહકોને ચોંકાવી દીધા છે. ચાહકોને આશા હતી કે, રૈના IPL 2023માં રમતા જોવા મળી શકે છે, પરંતુ હવે આ અટકળોનો અંત આવી ગયો છે. રૈના હવે ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં રમતા જોવા નહીં મળે. IPLમાં પણ નહીં. IPLમાં સુરેશ રૈના દ્વારા રમાયેલી 5 શ્રેષ્ઠ ઇનિંગ્સ વિશે આજે તમને આ અહેવાલમાં જણાવવા જઈ રહ્યા છીએ.

વર્ષ 2013માં 53 બોલમાં 100 રન બનાવ્યા
સુરેશ રૈનાને દુનિયા મિસ્ટર IPL તરીકે ઓળખે છે. રૈનાએ વર્ષ 2013માં કિંગ્સ ઈલેવન પંજાબ સામે તોફાની સદી ફટકારી હતી. રૈનાએપોતાની સદી 7 ચોગ્ગા અને 6 છગ્ગામાં પૂરી કરી હતી. રૈનાએ 53 બોલમાં 100 રન બનાવ્યા હતા

વર્ષ 2010માં 35 બોલમાં 57 રન બનાવ્યા
સુરેશ રૈનાની આ ઈનિંગ IPLમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. તેણે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે પ્રથમ IPL ટાઈટલ અપાવવામાં મહત્વનીભૂમિકા ભજવી હતી.
વર્ષ 2010માં તેણે મુંબઈ ઈન્ડિયન્સ સામેની ફાઈનલ મેચમાં 35 બોલમાં 57 રન બનાવ્યા હતા. તેના ખતરનાકપ્રદર્શનને ધ્યાનમાં રાખીને તેને 'મેન ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો.

વર્ષ 2009માં 55 બોલમાં 98 રન બનાવ્યા
IPLની બીજી સિઝનમાં સુરેશા રૈનાનું બેટ જોરદાર ચાલ્યું હતું. 2009માં રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં રૈનાએ 55 બોલમાં 98 રનબનાવ્યા હતા. તેના કારણે ચેન્નાઈ સુપર કિંગ્સે 38 રનથી મેચ જીતી લીધી હતી. રૈનાએ પોતાની ઇનિંગમાં 5 લાંબી સિક્સર પણ ફટકારીહતી.

વર્ષ 2014માં 348ના સ્ટ્રાઈક રેટથી 25 બોલમાં 87 રન બનાવ્યા
સુરેશ રૈનાએ વર્ષ 2014માં પંજાબ કિંગ્સ સામે તોફાની ઇનિંગ રમી હતી. આ મેચમાં સુરેનાએ 348ના સ્ટ્રાઈક રેટથી 25 બોલમાં 87 રનબનાવ્યા હતા. તેણે પંજાબ કિંગ્સના બોલરોની જોરદાર ધુલાઇ કરી દીધી હતા.

વર્ષ 2011માં 73 રનની શાનદાર ઇનિંગ
સુરેશ રૈના હંમેશા મોટા પ્રસંગોમાં ખૂબ સારું પ્રદર્શન કરે છે. તેણે વર્ષ 2011માં RCB ટીમ સામે મોટી ઇનિંગ રમીને બધાનું દિલ જીતી લીધુંહતું. તે સમયે આરસીબીની ટીમમાં ઝહીર ખાન અને ડેનિયલ વેટોરી જેવા ઘાતક બોલરો હતા. સુરેશ રૈનાએ 73 રનની શાનદાર ઇનિંગ રમીહતી.












Click it and Unblock the Notifications
