Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IPL 2020: શું રાજસ્થાનના કેપ્ટન બદલવાની પણ જરૂર? સ્ટિવ સ્મિથને શું બટલર રિપ્લેસ કરશે?

IPL 2020: શું રાજસ્થાનના કેપ્ટન બદલવાની પણ જરૂર? સ્ટિવ સ્મિથને શું બટલર રિપ્લેસ કરશે?

IPL 2020 દિલચસ્પ વળાંકે પહોંચી ગયો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની ધમાકેદાર શરૂઆત કરનાર રાજસ્થાન રોયલ્સે હવે દરેક મેચ જીવ માટે ફાંફાં મારવાં પડી રહ્યાં છે. રાજસ્થાન રોયલ્સના ખરાબ પ્રદર્શનને કારણે સોશિયલ મીડિયામાં કેટલીક ચર્ચાઓ પણ જાગી છે. અત્યારે હજી અડધી ટૂર્નામેન્ટ બાકી છે ત્યારે રાજસ્થાન રોયલ્સે કરેલા ટ્વીટથી અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે રાજસ્થાન પોતાના ટીમના કેપ્ટન બદલી શકે છે.

IPL 2020

જણાવી દઈએ કે સ્ટિવ સ્મિથ કેપ્ટન તરીકે અને બેટ્સમેન તરીકે બંને રીતે સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયા છે. માત્ર એક જ મેચમાં સારું પરફોર્મ કર્યા બાદ સ્ટીવ સ્મિથ પોતાના બેટથી જાદૂ ના દેખાડી શક્યા. ત્યારે ટીમ મેનેજમેન્ટ હવે સ્ટીવ સ્મિથને બદલે જોશ બટલરને ટીમની કમાન સોંપવા ઈચ્છી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે રાજસ્થાન રોયલ્સે બે ટ્વીટ કર્યાં હતાં- એક તસવીર હતી અને અન્ય એક વીડિયો હતો. જો કે ટ્વીટમાં જોશ બટલર ટીમની આગેવાની કરશે તેવો ક્યાંય ઉલ્લેખ નહોતો.

જણાવી દઈએ કે રાજસ્થાન રોયલ્સ અત્યાર સુધીમાં કુલ 8 મેચ રમી ચૂકી છે. જેમાંથી માત્ર 3 મેચમાં જ જીત હાંસલ થઈ હતી અને 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પોઈન્ટ ટેબલમા રાજસ્થાન રોયલ્સ 6 પોઈન્ટ સાથે સાતમા નંબરે છે. દિલ્હી કેપિટલ્સ 12 પોઈન્ટ સાથે પહેલા નંબરે છે. જો મુંબઈ ઈન્ડિયન્સ આજનો મુકાબલો જીતે છે તો મુંબઈ 12 રોઈન્ટ સાથે ઉચ્ચતમ રનરેટની મદદથી પોઈન્ટ ટેબલ પર પહેલા સ્થાને પહોંચી જશે અને દિલ્હી કેપિટલ્સ બીજા નંબરે સરકી જશે.

છેલ્લી પાંચ મેચમાં રાજસ્થાન રોયલ્સનું પરફોર્મન્સ

  • પહેલી જ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે 16 રને વિજય
  • બીજી મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબ સામે 4 વિકેટે જીત
  • ત્રીજી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે હારનો સામનો કરવો પડ્યો
  • ચોથી મેચમાં રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર સામે હારનો સામનો કરવો પડ્યો
  • પાંચમી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે કરારી હાર
  • છઠ્ઠી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે કરારી હાર
  • સાતમી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 5 વિકેટે જીત
  • આઠમી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે ફરી હારનો સામનો કરવો પડ્યો
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X