T20 WC 2024 : વર્લ્ડ કપ પહેલા હાર્દિક પંડ્યા લાગી શકે છે પ્રતિબંધ, જાણો કેમ?

ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. આ ટીમમાં હાર્દિક પંડ્યાને ઉપકપ્તાન બનાવાયો છે. જો કે હવે અહેવાલ આવી રહ્યા છે કે તેના પર પ્રતિબંધ લાગી શકે છે.

MIના કેપ્ટન હાર્દિક પંડ્યાને 30 એપ્રિલે લખનૌના એકાના સ્ટેડિયમમાં LSG સામેની મુંબઈની IPL 2024 મેચ દરમિયાન ધીમી ઓવર રેટ માટે 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

Hardik Pandya

આ ઉપરાંત ઈમ્પેક્ટ પ્લેયર સહિત પ્લેઈંગ ઈલેવનના અન્ય સભ્યોને પણ દંડ ફટકારવામાં આવ્યો છે. આ મેચમાં હાર બાદ હાર્દિક પંડ્યાની ટીમને સિઝનની સતત ત્રીજી હારનો સામનો કરવો પડ્યો. એલએસજીએ આ મેચ 4 વિકેટે જીતી લીધી હતી.

મેચમાં હાર્યા બાદ મુંબઈ ફ્રેન્ચાઈઝીને પણ ભારે દંડનો સામનો કરવો પડ્યો. તે આ સિઝનમાં બીજી વખત ધીમો ઓવર રેટ જાળવવા બદલ દોષી સાબિત થયા. MIના કેપ્ટન હાર્દિકને બીજી વખત દંડ ફટકારવામાં આવ્યો હતો અને આ વખતે તેની રકમ બમણી હતી.

આ પહેલા PBKS સામે MIની મેચ દરમિયાન ધીમી ઓવર રેટ માટે હાર્દિકને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. LSG મેચ પછી હાર્દિકને ન્યૂનતમ ઓવર-રેટ સંબંધિત IPL આચાર સંહિતાનો ભંગ કરવા બદલ દંડ કરવામાં આવ્યો હતો.

BCCIએ એક નિવેદનમાં કહ્યું કે, ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીઐકાના ક્રિકેટ સ્ટેડિયમમાં ટાટા ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની 48 નંબરની મેચ દરમિયાન મુંબઈની ટીમે ધીમો ઓવર રેટ જાળવી રાખ્યો અને દંડ કરવામાં આવ્યો છે.

નિર્ધારિત સમયમાં ઓવર પૂરી ન કરવા બદલ માત્ર કેપ્ટન જ નહીં પરંતુ સમગ્ર ટીમને સજા કરવામાં આવી છે. BCCIએ એક નિવેદનમાં મેચમાં ભાગ લેનારા MI ખેલાડીઓ પર દંડનો ઉલ્લેખ કર્યો છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આઇપીએલ આચાર સંહિતા હેઠળ ન્યૂનતમ ઓવર-રેટના અપરાધોને લગતી સીઝનમાં આ તેની ટીમનો બીજો ગુનો હતો, તેથી પંડ્યાને 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ઈમ્પેક્ટ પ્લેયર્સ સહિત પ્લેઈંગ ઈલેવનના બાકીના સભ્યોને 6 લાખ રૂપિયા અથવા તેમની સંબંધિત મેચ ફીના 25 ટકા બેમાંથી જે ઓછું હોય તે દંડ કરવામાં આવશે.

IPL 2024માં MIનું ખરાબ પ્રદર્શન ચાલુ છે અને તેઓ 9 મેચમાંથી માત્ર 3 જીત સાથે પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને છે. ફ્રેન્ચાઇઝી હવે 3 મેના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં KKR સામે ટકરાશે.

કપ્ટન હાર્દિક પંડ્યા પણ આગામી T20 વર્લ્ડ કપ 2024 પહેલા પ્રતિબંધના ખતરાનો સામનો કરી રહ્યો છે. જો ટીમ વધુ એક વખત સ્લો ઓવર રેટ કરશે તો કેપ્ટન પર એક મેચ માટે પ્રતિબંધ મુકવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X