T20 WC 2024 : ફ્લોપ હાર્દિક પંડ્યાને કેમ વર્લ્ડ કપ ટીમમાં સામેલ કરાયો? જાણો શું કહ્યું ચીફ સિલેક્ટરે?
T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં હાર્દિક પંડ્યાને સામેલ કરાતા ઘણા સવાલ ઉઠ્યા છે. હવે આ બાબતે ખુબ સિલેક્ટર અજીત અગરકર અને કેપ્ટન રોહિત શર્માએ ખુલાસો કર્યો છે.
વર્લ્ડ કપ ટીમની જાહેરાત બાદ ટીમના કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે મીડિયા સાથે વાત કરી. અગરકર અને રોહિતે ખેલાડીઓની પસંદગી સાથે જોડાયેલી માહિતી આપી.

સંજુ સેમસનને વિકેટકીપર તરીકે ટીમમાં જગ્યા આપવામાં આવી છે અને કેએલ રાહુલને બહાર રાખવામાં આવ્યો છે. આ અંગે અગરકરે કહ્યું કે અમને મિડલ ઓર્ડરમાં એક ખેલાડી જોઈતો હતો. કેએલ રાહુલ આઈપીએલમાં ઓપનર બેટ્સમેન તરીકે રમી રહ્યો છે. સેમસન ગમે ત્યાં બેટિંગ કરી શકે છે, તેથી પસંદગી શ્રેષ્ઠના આધારે નહીં પણ જરૂરિયાત મુજબ કરવાની હતી.
અજીત અગરકરે ટીમમાં હાર્દિક પંડ્યાની પસંદગીને લઈને ખુલાસો કર્યો. તેમણે કહ્યું કે, હાર્દિક પંડ્યા જે કરી શકે છે તેનું કોઈ રિપ્લેસમેન્ટ નથી. ટીમમાં ચાર સ્પિનરોના સમાવેશને લઈને રોહિત શર્માએ કહ્યું કે મેં આ જાણી જોઈને કર્યું છે પરંતુ હજુ તેનો જવાબ આપીશ નહીં. તેણે કહ્યું કે તે આ વિશે અમેરિકા ગયા પછી જ કહેશે.
પંડ્યાની વાઈસ કેપ્ટનશિપ અંગે અગરકરે કહ્યું કે, વાઈસ કેપ્ટનશિપને લઈને કોઈ ચર્ચા થઈ નથી. મને લાગે છે કે તે લાંબી રજા પછી આવ્યો છે. અમારી પ્રથમ ગેમ સુધી અમારી પાસે હજુ એક મહિનાનો સમય છે. તેથી આશા છે કે તે પોતાનું ફોર્મ જાળવી રાખવામાં સફળ રહેશે. અમે જાણીએ છીએ કે જ્યારે તે ફિટ હોય ત્યારે તે શું કરી શકે છે.
અગરકરે કહ્યું કે, અમે વિરાટ કોહલીના સ્ટ્રાઈક રેટ અંગે ચર્ચા નથી કરી રહ્યા. તે IPLમાં ખૂબ જ સારું રમી રહ્યો છે. આ વિશે વધુ વિચારવાનો કોઈ અર્થ નથી. અગરકરે વધુમાં કહ્યું કે જો વર્લ્ડ કપની મેચો પણ આઈપીએલ બાજુ 220 કે 230 રનની હોય તો અમારી પાસે ઘણી તાકાત છે.
રોહિત શર્માએ વિરાટ કોહલીના સ્ટ્રાઈક રેટ અંગેના પ્રશ્નને ટાળ્યો અને બાદમાં અજીત અગરકરે કોહલીના સારા ફોર્મને તેની પસંદગીનું કારણ ગણાવ્યું.












Click it and Unblock the Notifications
