IND vs END: ભારત સામે મુકાબલા બહેલા ઇંગ્લેન્ડના બુરા હાલ, મલાન બાદ દિગ્ગજ ખેલાડી પણ અનફિટ
India vs England, 2nd Semi-final latest update: ભારત સામે સેમિફાઇલ પહેલા ઇંગ્લેન્ડની ટીમને વધારે એક મોટો ઝટકો લાગ્યો છે. લંકા સામે ઇંગ્લેન્ડના બેટ્સમેન ડેવિડ મલાન ઘાયલ થઇ ગયો હતો. ત્યાર બાદ તેના રમવા પર સસ્પેંસ બનેલુ હ
India vs England, 2nd Semi-final latest update: ભારત સામે સેમિફાઇલ પહેલા ઇંગ્લેન્ડની ટીમને વધારે એક મોટો ઝટકો લાગ્યો છે. લંકા સામે ઇંગ્લેન્ડના બેટ્સમેન ડેવિડ મલાન ઘાયલ થઇ ગયો હતો. ત્યાર બાદ તેના રમવા પર સસ્પેંસ બનેલુ હતુ. ત્યાર બાદ ટીમા ઝડપી બોલર માર્ક વુડ પણ પ્રેક્ટિસ દરમિયાન ફીટ નજર નહોતો આવી રહ્યો. જેનાથી ઇંગ્લેન્ડની ટીમ મુશ્કેલીમાં પડી ગઇ છે. આ બંને ખેલાડી મેચ વિનર છે.

પુષ્ટી નથી કરવામાં આવી માર્ક વૂડ
ઇંગ્લેડન્ડના ફાસ્ટ બોલર માર્ક વુડ ભારત સામેની નવી બોલથી સાનદાર સાબિત થઇ શકે છે. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર શરીરમાં ઝકડન હોવાને લીધે તે બલિંગ નથી કરી શક્તા. મેચના બે દિવસ પહેલા એડિલેડના ઓવર મેદાનમાં પ્રેક્ટિસ સેશનમાં માર્ક વુડને બોલિંગ નહોતી કરી. માર્ક વુડના નામે વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં 9 વિકેટ ઝડપી ચૂક્યો છે.

રમવાને લઇને મેચવાળા દિવસે થશે નિર્ણય
ભારત સામે મેચ પહેલા મંગળવારે એક ટ્રેનિંગ સેશનથી બહાર રહેનાર વુડ ફિટેનેશ પર લગાતાર ટીમ મેનેજમેન્ટ નજર રાખી રહી છે. તેના રમવાનો નિર્ણય મેચવાળા દિવસે લેવામાં આવશે. પ્રેક્ટિસ દરમિયાન માર્ક વુડ હેમસ્ટ્રિંગમાં ઇજા થઇ હતી. ત્યારથી તે આ સમસ્યાથી પિડાઇ રહ્યા છે. માર્ક વુડ વર્તમાન સમયમાં ઇંગ્લેન્ડના સૌથી તેજ બોલર છે. અને તેણે પોતાની બોલથી બેટ્સમેનોને હેરાન પણ કર્યા છે.

ભારતીય ટીમને મળી શકે છે ફાયદો
જો ઇજાને લીધએ માર્ક વુડ સેમિફાઇનલ મેચમાં ભાગ નહી લઇ શકે તો તેનાથી ભારતીય ટીમને ફાયદો થઇ શકે છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા બેટ્સમેનોમાટે માર્ક વુડ ખતરો બની શકે છે. અને જો તે ના રમે તો ટાઇમલ મિલ્સ અથવા ડેવિડ વિલીને પ્લઇગ ઇલેવનમાં સ્થાન મળી શકે છે. આ બંને બોલર છેલ્લા ઘણા સમયથી પ્રભાવિત નજર નથી આવી રહ્યા.












Click it and Unblock the Notifications
