Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

T20 World Cup 2021 : બુર્જ ખલીફા પર દેખાઇ ટીમ ઇન્ડિયાની નવી જર્સી

ભારતીય ટીમની નવી ટી 20 વર્લ્ડ કપ જર્સીનું અનાવરણ કરવામાં આવ્યું છે. તેને ટ્રેન્ડમાં લાવવા માટે તેને બિલિયન ચિયર્સ જર્સી નામ આપવામાં આવ્યું છે.

T20 World Cup 2021 : ભારતીય ટીમની નવી ટી 20 વર્લ્ડ કપ જર્સીનું અનાવરણ કરવામાં આવ્યું છે. તેને ટ્રેન્ડમાં લાવવા માટે તેને બિલિયન ચિયર્સ જર્સી નામ આપવામાં આવ્યું છે. તે ડાર્ક બ્લૂ સેડ રંગની છે અને તેને સામાન્ય લોકો એમપીએલ સ્પોર્ટ્સ પર ખરીદી શકે છે. જર્સી તેની સત્તાવાર રજૂઆતના દિવસે જ આઇકોનિક બુર્જ ખલીફા પર પ્રદર્શિત કરવામાં આવી હતી. આ જર્સીનું અનાવરણ 13 ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યું હતું. ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા અનુક્રમે 18 અને 20 ઓક્ટોબરના રોજ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં વોર્મ-અપ મેચ દરમિયાન આ જર્સી પહેરશે.

ભારતીય ટીમ

એમપીએલ સ્પોર્ટ્સ તરફથી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે, જર્સી પર ચાહકોને યાદ કરવામાં આવ્યા હોય. આ જર્સી તેમની અગાઉની મેચની ખુશીઓ અને ઉત્સાહનું વહન કરે છે. BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે, ભારતીય ક્રિકેટ ટીમને માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં સમર્થન મળે છે, અને આ જર્સી દ્વારા તેમના ઉત્સાહ અને ઉર્જાને ઉજવવાનો આનાથી શ્રેષ્ઠ વિકલ્પ ન હોય શકે.

એમપીએલ સ્પોર્ટ્સ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ નિસંકોચપણે ટીમને વિશ્વની ટી 20 ચેમ્પિયન તરીકે ઉભરી આવવાના તેમના અભિયાનમાં ખૂબ જ જરૂરી ઉત્સાહી સપોર્ટ આપશે. એમપીએલ સ્પોર્ટ્સ વ્યાપક શ્રેણીમાં સસ્તા અને સુલભ સામાન પહોંચાડવાનું ચાલુ રાખીને અમને આનંદ થાય છે.

આ દરમિયાન 13 ઓક્ટોબરના રોજ ભારતે અક્ષર પટેલની જગ્યાએ ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને ટી 20 વર્લ્ડ કપ ટીમમાં શામેલ કર્યો હતો, જ્યારે આઠ ખેલાડીઓ - વેંકટેશ અય્યર, અવેશ ખાન, ઉમરાન મલિક, હર્ષલ પટેલ, લુકમેન મેરીવાલા, કરણ શર્મા, શાહબાઝ અહમદ અને કે ગૌથમ વિશે જણાવ્યું હતું કે, આ લોકો IPL પૂર્ણ થયા બાદ પણ દુબઈમાં જ રહેશે અને ભારતીય ટીમ સાથે જોડાશે અને વર્લ્ડ કપની તૈયારીઓમાં મદદ કરશે.

ભારત પાસે તેની ટીમને અંતિમ રૂપ આપવા માટે 15 ઓક્ટોબર સુધીનો સમય છે. સુપર 12 ટીમ પાસે ટી 20 વર્લ્ડ કપ માટે તેમની ટીમને અંતિમ રૂપ આપવા માટે 15 ઓક્ટોબર સુધીનો સમય છે. અહીં ટીમ સાથે માત્ર એક જ સમસ્યા છે અને તે છે હાર્દિક પંડ્યા. હાર્દિક અત્યાર સુધી કોઈ પણ રીતે પોતાની જાતને બોલિંગ માટે સક્ષમ બનાવી શક્યો નથી. જો તે ટી 20 વર્લ્ડ કપમાં દબાણ હેઠળ બોલિંગ કરે તો પણ બેટ્સમેન્સને ફટકારવાનો ઘણો અવકાશ છે. કારણ કે, તે હાલ ફોર્મમાં નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યારે પસંદગીકારો રાહ જોશે અને જોશે કે, હાર્દિક આગામી દિવસોમાં કેવી રીતે ફોર્મ પરત મેળવે છે.

ચાહકોની લાગણીને ધ્યાનમાં રાખીને આ વખતે પણ ICC એ ભારત અને પાકિસ્તાનની મેચને વર્લ્ડ કપમાં મૂકી છે. બંનેને ગ્રુપ બીમાં રાખવામાં આવ્યા છે, મેચ 24 ઓક્ટોબરના રોજ યોજાશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X