T20 World Cup 2022 : સતત 2 હાર બાદ પણ સેમીફાઇનલમાં પહોંચી શકે છે પાકિસ્તાન

T20 World Cup 2022 : પાકિસ્તાને ટી20 વર્લ્ડ કપની પહેલી મેચમાં ભારતે ધુળ ચટાડી હતી. આ સાથે બીજી મેચ બાદ પાકિસ્તાને ઝિમ્બાબ્વે સામે પણ 1 રનથી હારનો સામનો કર્યો હતો.

T20 World Cup 2022 : પાકિસ્તાને ટી20 વર્લ્ડ કપની પહેલી મેચમાં ભારતે ધુળ ચટાડી હતી. આ સાથે બીજી મેચ બાદ પાકિસ્તાને ઝિમ્બાબ્વે સામે પણ 1 રનથી હારનો સામનો કર્યો હતો. ટી20 વર્લ્ડ કપ 2022 ની બે મેચમાં સતત હારનો સામનો કર્યા બાદ પણ પાકિસ્તાર સેમી ફાઇનલમાં પહોંચી શકે છે. તો આવો સમજીએ ટી20 વર્લ્ડ કપ 2022 નું સમગ્ર ગણિત...

ગ્રુપ-2ની શું છે સ્થિતિ

ગ્રુપ-2ની શું છે સ્થિતિ

ગ્રુપ-2માં ભારતીય ટીમે પાકિસ્તાન અને નેધરલેન્ડ સામે ધમાકેદાર સ્ટાઈલમાં જીત મેળવી હતી. આવા સમયે, દક્ષિણ આફ્રિકાની ટીમનીએક મેચ રદ થઈ હતી અને એક મેચમાં તેણે જીત મેળવી હતી. તો આફ્રિકન ટીમના ત્રણ પોઈન્ટ છે અને ઝિમ્બાબ્વે ટીમના પણ ત્રણ પોઈન્ટછે.

અત્યારે તો સમીકરણ પ્રમાણે ભારતીય ટીમનું સેમીફાઈનલમાં જવાનું લગભગ નક્કી છે. આ સાથે જ ઝિમ્બાબ્વે અને દક્ષિણ આફ્રિકાનીટીમ સેમિફાઇનલમાં પહોંચી શકે છે.

પાકિસ્તાનને જરૂરત છે ભાગ્યના સાથની

પાકિસ્તાનને જરૂરત છે ભાગ્યના સાથની

T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન તેની શરૂઆતની બંને મેચ હારી ચૂક્યું છે. આવી સ્થિતિમાં તેણે સેમિફાઇનલમાં પહોંચવા માટે તેની બાકીનીત્રણેય મેચ જીતવી પડશે.

પાકિસ્તાને હજૂ દક્ષિણ આફ્રિકા, નેધરલેન્ડ અને બાંગ્લાદેશ સામે મેચ રમવાનું છે. જો આ પાકિસ્તાન આ ત્રણ મેચમોટા માર્જિનથી જીતે છે, તો તેના 6 પોઈન્ટ થઈ જશે.

આ સિવાય તેણે પ્રાર્થના કરવી પડશે કે, દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે તેમનીબાકીની ત્રણ મેચમાંથી 2-2 મેચ હારી જાય. આ સ્થિતિમાં પાકિસ્તાની ટીમ સેમીફાઈનલમાં પહોંચી શકે છે.

પાકિસ્તને એકવાર જીત્યો છે T20 વર્લ્ડ કપનો ખિતાબ

પાકિસ્તને એકવાર જીત્યો છે T20 વર્લ્ડ કપનો ખિતાબ

પાકિસ્તાની ટીમે વર્ષ 2009માં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ત્યારથી ટીમ આ ટ્રોફીથી દૂર છે. આવા સમયે, ગત વર્ષે પાકિસ્તાનીટીમ સેમિફાઇનલમાં પહોંચી હતી.

જ્યાં તેને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ હવે વર્તમાન T20 વર્લ્ડ કપમાં પણપાકિસ્તાનની ટીમે ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું છે. આવી સ્થિતિમાં કેપ્ટન બાબર આઝમની કેપ્ટનશીપ પર પણ સવાલો ઉઠી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X