T20 World Cup 2024 : T20 માં ભારતીય ખેલાડીઓનો દબદબો, આજે પણ અતૂટ છે આ મોટા રેકોર્ડ
T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ અમેરિકા પહોંચી ગઈ છે. 2007 બાદથી ટ્રોફી માટે તરસી રહેલી ભારતીય ટીમ આ વખતે જીત માટે મેદાનમાં ઉતરશે.
T20 વર્લ્ડ કપની યજમાની વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા સંયુક્ત રીતે કરી રહ્યા છે. આ ટુર્નામેન્ટ 2 થી 29 જૂન દરમિયાન યોજાશે. જેમાં 20 ટીમો ભાગ લેશે. ભારત 2007 પછી ટાઈટલ જીતવાના ઈરાદા સાથે પ્રવેશ કરશે.

રોહિત શર્માની કપ્તાની હેઠળ 15 સભ્યોની ટીમની પસંદગી કરવામાં આવી છે અને હવે ટ્રોફીની રાહ જોવાઈ રહી છે. ટીમ ઈન્ડિયા 2013 પછી આઈસીસીની કોઈ ટૂર્નામેન્ટ જીતી શકી નથી. ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા અમે તમને ભારતીય ખેલાડીઓ સાથે જોડાયેલા કેટલાક એવા રેકોર્ડ જણાવી રહ્યા છીએ જેને તોડવો આજે પણ મુશ્કેલ છે.
ત્રીજા સ્થાને બેટિંગ કરીને સૌથી વધુ રન
T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ત્રીજા સ્થાને બેટિંગ કરીને સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. કોહલીએ 2012 થી 2022 દરમિયાન 24 મેચની 24 ઇનિંગ્સમાં 1132 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેની એવરેજ 87.07 રહી છે. આ મામલે ઈંગ્લેન્ડનો પૂર્વ ખેલાડી કેવિન પીટરસન બીજા સ્થાને છે. તેણે 13 ઇનિંગ્સમાં 480 રન બનાવ્યા છે.
સૌથી વધુ ફિફ્ટી પ્લસ સ્કોર
T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી સૌથી વધુ ફિફ્ટી પ્લસ સ્કોર બનાવવાનો રેકોર્ડ પણ કોહલીના નામે છે. તેણે આવું 14 વખત કર્યું છે. આ કિસ્સામાં બીજા સ્થાને બે ખેલાડીઓ છે. વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ બેટ્સમેન ક્રિસ ગેલ અને ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 9 વખત ફિફ્ટી પ્લસ રન બનાવ્યા છે.
સૌથી ઝડપી ફિફ્ટી
T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન યુવરાજ સિંહના નામે છે. યુવરાજે આ રેકોર્ડ ટૂર્નામેન્ટની પહેલી જ સિઝનમાં બનાવ્યો હતો. તેણે 2007માં ઈંગ્લેન્ડ સામે માત્ર 12 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. આ મામલામાં નેધરલેન્ડના સ્ટેફન માયબર્ગ અને ઓસ્ટ્રેલિયાના માર્કસ સ્ટોઈનિસ બીજા સ્થાને છે. માયબર્ગે 2014માં આયર્લેન્ડ સામે 17 બોલમાં ફિફ્ટી અને 2022માં શ્રીલંકા સામે સ્ટોઈનિસે 17 બોલમાં ફિફ્ટી ફટકારી હતી.
સૌથી વધુ શિકાર
પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો વિકેટકીપિંગમાં એવો રેકોર્ડ છે જેને તોડવો મુશ્કેલ છે. ધોની એવો ખેલાડી છે જેણે ટી20 વર્લ્ડ કપના ઈતિહાસમાં વિકેટકીપર તરીકે સૌથી વધુ વિકેટ લીધી છે. તેણે 2007 થી 2016 સુધી 32 ઇનિંગ્સમાં 32 આઉટ કર્યા છે. જેમાં 21 કેચ અને 11 સ્ટમ્પિંગ સામેલ છે. પાકિસ્તાનનો ભૂતપૂર્વ વિકેટકીપર કામરાન અકમલ 30 આઉટ સાથે બીજા સ્થાને છે.
કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ
મહેન્દ્ર સિંહ ધોનીના નામે વધુ એક રેકોર્ડ છે જે ભાગ્યે જ ક્યારેય તૂટશે. તે એવો ખેલાડી છે જેણે કેપ્ટન તરીકે T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ મેચ રમી છે. 2007 થી 2016 સુધી તેણે 33 મેચમાં ભારતની કેપ્ટનશિપ કરી હતી. આ સમયગાળા દરમિયાન 20 મેચ જીતી અને 11 હારી. એક મેચ ટાઈ રહી હતી અને એકનું પરિણામ આવ્યું ન હતું. આ મામલે વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન ડેરેન સેમી બીજા સ્થાને છે. તેણે T20 વર્લ્ડ કપની 18 મેચોમાં કેપ્ટનશિપ કરી છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
