T20 World Cup 2024 Final : વરસાદને કારણે મેચ ધોવાઈ તો ચેમ્પિયન કોણ? જાણો શું છે નિયમ?
T20 World Cup 2024 Final : T20 વર્લ્ડ કપ 2024 નો ફાઈનલ મુકાબલો ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બાર્બાડોસમાં રમાવાનો છે. અહીં મુકાબલા પહેલા ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.
હાલ બાર્બાડોસમાં વરસાદ જોવા મળી રહ્યો છે. આ સ્થિતીમાં હવે સવાલ એ છે કે વરસાદના કારણે મેચ ધોવાશે તો ચેમ્પિયન કોણ અને કેવી રીતે બનશે?

વેસ્ટ ઈન્ડિઝના સમય અનુસાર, ફાઈનલ મેચ સવારે 10:30 વાગ્યે શરૂ થશે. જણાવવામાં આવી રહ્યું છે કે સવારે 6 થી 8 વાગ્યા સુધી બાર્બાડોસના કેટલાક વિસ્તારોમાં જોરદાર પવન અને વાવાઝોડાની શક્યતા છે અને 51 ટકા વરસાદની આગાહી છે.
વર્લ્ડ કપની બીજી સેમીફાઈનલ મેચ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નહોતો પરંતુ જો વરસાદ અથવા તોફાનને કારણે 29 જૂને ફાઈનલ મેચ ન થઈ શકે તો મેચ 30 જૂને રિઝર્વ ડે રખાયો છે.
જો મેચ 29 જૂને મોડી શરૂ થાય તો 190 મિનિટનો વધારાનો સમય ફાળવવામાં આવ્યો છે. જો સ્થિતી વધારે ખરાબ થશે તો જ મેચ રિઝર્વ ડેના દિવસે રમાશે.
આઈસીસીના નિયમો અનુસાર, મેચ નિર્ધારિત દિવસે પૂર્ણ કરવા માટે દરેક શક્ય પ્રયાસ કરવામાં આવશે. જો ટીમનો પીછો કરતી ટીમ 10 ઓવર પણ નહીં રમી શકે તો મેચને રિઝર્વ ડેમાં શિફ્ટ કરવામાં આવશે. જો ખરાબ હવામાનને કારણે રિઝર્વ ડે પર પણ મેચ પૂર્ણ ન થાય તો ભારત અને દક્ષિણ આફ્રિકાને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
