Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

T20 World Cup 2024 Semi Final: ...તો સેમીફાઈનલની રેસમાંથી બહાર થઇ જશે ભારત, જાણો ગણીત

T20 World Cup 2024 Semi Final: ટી20 વર્લ્ડ કપના સુપર 8માં ભારતીય ટીમે તેની બે મેચ જીતી છે. જેના કારણે ટીમના 4 પોઈન્ટ છે, અને ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચવાની ઉંબરે આવીને ઉભી છે.

ભારતીય ટીમ સુપર 8માં પોતાની છેલ્લી મેચ ઓસ્ટ્રેલિયા સાથે રમવા જઈ રહી છે, જેને અફઘાનિસ્તાનની ટીમે હરાવ્યું છે.

અફઘાનિસ્તાન પાસે હાલમાં 2 મેચ રમીને માત્ર 2 પોઈન્ટ છે. આ સાથે જ ભારતના 4 પોઈન્ટ છે. આ સિવાય અફઘાનિસ્તાનના પણ 2 પોઈન્ટ છે.

હાલમાં ભારતીય ટીમ તેના ગ્રુપમાં ટોપ પર છે. એક તરફ ભારતીય ટીમ સેમીફાઈનલમાં પહોંચવાની સૌથી નજીક છે, તો બીજી તરફ એક અનોખા વળાંક સાથે આ ટીમ સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ શકે છે.

શું ખરેખર ભારતીય ટીમ પર સેમીફાઈનલમાંથી બહાર થવાનો ખતરો તોળાઈ રહ્યો છે, અને જો ઓસ્ટ્રેલિયન ટીમ ભારતીય ટીમને મોટા માર્જિનથી હરાવે અને અફઘાનિસ્તાનની ટીમ બાંગ્લાદેશ સામે મોટા માર્જિનથી જીતી જાય તો આખો ખેલ રેટ પર હશે.

હાલમાં ભારતીય ટીમનો રન રેટ +2.425 છે, જ્યારે ઓસ્ટ્રેલિયાનો રનરેટ +0.223 છે. આ સિવાય અફઘાનિસ્તાન -0.650 છે.

હાલમાં ભારતીય ટીમ રન રેટના મામલે ટોપ પર છે, પરંતુ જો ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન કોઈ મોટો ચમત્કાર કરે, તો ટીમ ઈન્ડિયા રન રેટના મામલે આ બંને ટીમોથી પાછળ રહી શકે છે.

શરત એક : જો આમ થશે તો ટીમ ઈન્ડિયા સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ જશે - જો ઓસ્ટ્રેલિયન ટીમ ભારતીય ટીમને 41થી વધુ રનથી હરાવવામાં સફળ રહે છે અને બીજી તરફ અફઘાનિસ્તાનની ટીમ બાંગ્લાદેશની ટીમને 81થી વધુ રનથી હરાવવામાં સફળ રહે છે.

તો ભારતીય ટીમ આ બંને ટીમોથી નેટ રન રેટ પાછળ રહી જશે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન માટે સેમિફાઈનલમાં પહોંચવાનો માર્ગ ખુલ્લો થઈ જશે.

શરત 2: ભારત સેમિ ફાઇનલમાં કેવી રીતે પહોંચી શકે? - જો ભારતીય ટીમ આજે ઓસ્ટ્રેલિયાને હરાવવામાં સફળ રહેશે, તો તે સીધી સેમિફાઇનલમાં પહોંચી જશે. આવા સમયે, જો આજની મેચ વરસાદને કારણે રદ થાય છે, તો બંને ટીમોને પોઈન્ટ મળશે. જેના કારણે ભારતના 5 પોઈન્ટ અને ઓસ્ટ્રેલિયાના ત્રણ પોઈન્ટ થઈ જશે.

T20 World Cup 2024 Semi Final

આ સાથે જ જો અફઘાનિસ્તાન તેની છેલ્લી મેચ જીતે તો પણ તેના 5 પોઈન્ટ થઈ જશે. જેના કારણે ગ્રુપ Aમાંથી ભારત અને અફઘાનિસ્તાનની ટીમો સેમિફાઇનલમાં પહોંચી જશે.

શરત 3: જો વરસાદને કારણે મેચ રદ થાય તો શું થશે, કઈ ટીમ આગળ જશે? - જો વરસાદના કારણે મેચ પુરી ન થઈ શકે તો બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવશે. આ સાથે જ મેચના પરિણામ માટે ડકવર્થ લુઈસ નિયમનો પણ ઉપયોગ કરી શકાય છે, પરંતુ આ માટે દરેક 5 ઓવરની રમત હોવી ફરજિયાત છે.

ગ્રુપ સ્ટેજની જેમ અહીં પણ સુપર 8 મેચ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. જો વરસાદના કારણે મેચ નહીં રમાય, તો ભારતીય ટીમ સેમીફાઈનલમાં પહોંચી જશે.

ક્રિકેટને અનિશ્ચિતતાની રમત માનવામાં આવે છે, અહીં કંઈપણ શક્ય છે! - ક્રિકેટ વિશે એક કહેવત છે કે, ક્રિકેટને અનિશ્ચિતતાની રમત માનવામાં આવે છે. આમાં, હારેલી ટીમ મેચ જીતે છે, અને જીતેલી ટીમ મેચ હારે છે. આવી સ્થિતિમાં આ તમામ સમીકરણોને નકારી શકાય તેમ નથી.

ઓસ્ટ્રેલિયાને સેમિફાઇનલની રેસમાંથી હટાવીને ભારત 2023 વર્લ્ડ કપ ફાઇનલનો બદલો લઇ શકે છે - ઓસ્ટ્રેલિયાએ 2023 ODI વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતને હરાવીને વર્લ્ડ કપ જીતવાનું સપનું તોડી નાખ્યું હતું. હવે ભારતનો હાથ ઉપર છે.

આજે જો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવવામાં સફળ રહેશે, તો કાંગારૂ ટીમ પર સેમીફાઈનલમાંથી બહાર થવાનો ખતરો રહેશે. એટલે કે, જો અફઘાનિસ્તાન તેની છેલ્લી મેચ જીતી જાય છે, તો આ સમીકરણ સાથે ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલની રેસમાંથી બહાર થઈ જશે. આવી સ્થિતિમાં ભારત અને અફઘાનિસ્તાનની ટીમો સેમિફાઇનલમાં પહોંચી જશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X