T20 World Cup 2024 : આ 5 નવા નિયમો સાથે રમાશે T20 વર્લ્ડ કપ, વરસાદ માટે છે ખાસ આયોજન
T20 World Cup 2024 : આઈપીએલ પુરી થતા જ ક્રિકેટ ફેન્સમાં T20 વર્લ્ડ કપ ફિવર છવાઈ રહ્યો છે. આ વર્લ્ડ કપમાં આ વખતે ઘણા નવા નિયમો જોવા મળશે.
ICCએ T20 વર્લ્ડ કપ માટે નવા નિયમોની યાદી તૈયાર કરી છે. આ વખતે કંઈક એવું થશે જે ઈતિહાસમાં ક્યારેય બન્યું નથી. T20 વર્લ્ડ કપ 2024 માટે ICC ખૂબ જ કડક છે.

સ્ટોપ ક્લોક નિયમ
સ્ટોપ ક્લોક નિયમ હેઠળ બોલિંગ ટીમે એક ઓવર પૂરી કર્યાની 1 મિનિટની અંદર આગલી ઓવર શરૂ કરવાની રહેશે. જો આમ ન થાય તો 5 રનની પેનલ્ટી લાગશે.
જો નિયમ તોડવામાં આવશે તો બેટિંગ કરનાર ટીમના સ્કોરમાં 5 રનનો વધારો થશે. જો કે, અમ્પાયર આ માટે ફિલ્ડિંગ ટીમને બે વાર ચેતવણી આપશે. ત્રીજી વખત નિયમોનો ભંગ થશે તો કાર્યવાહી કરવામાં આવશે. આ નિયમ ક્રિકેટના મેદાન પર પહેલીવાર જોવા મળશે.
3 કલાક 10 મિનિટમાં મેચ પુરી થઈ જશે
ICCએ T20 વર્લ્ડ કપ 2024 મેચોના સમયને લઈને કડકતા દાખવી છે. ICCએ આખી મેચ પૂરી કરવા માટે 3 કલાક 10 મિનિટની સમય મર્યાદા નક્કી કરી છે. જો આમ નહીં થાય તો બોલિંગ ટીમને પરિણામ ભોગવવા પડશે.
જો સમયનો ભંગ થાય તો કેપ્ટને સર્કલની અંદર ફિલ્ડરને બોલાવવો પડશે. તે જ સમયે, ICCએ ઇનિંગ સમાપ્ત કરવા માટે 1 કલાક 25 મિનિટનો સમય રાખ્યો છે. ઇનિંગ્સના વિરામ દરમિયાનનું અંતરાલ 10 મિનિટ નહીં પરંતુ 20 મિનિટનું હશે.
રિઝર્વ ડે
ICCએ રિઝર્વ ડેના નિયમોમાં ફેરફાર કર્યો છે. T20 વર્લ્ડ કપ 2024માં આ પ્રથમ વખત છે જ્યારે બીજી સેમિફાઇનલ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. પ્રથમ સેમિફાઇનલ અને ફાઇનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. બીજી સેમીફાઈનલમાં જો વરસાદના કારણે મેચમાં વિક્ષેપ આવશે તો નિયમિત સમય કરતાં 4 કલાક 10 મિનિટ વધારાનો સમય આપવામાં આવશે અને મેચ સમાપ્ત થવાની રાહ જોવાશે.
સુપર ઓવર
મેચ ટાઈ થાય ત્યારે સુપર ઓવર આવે છે. પરંતુ જો સુપર ઓવર ટાઈ થાય તો બાઉન્ડ્રી કાઉન્ટનો નિયમ હતો. આ નિયમ 2019 વર્લ્ડ કપમાં વિવાદાસ્પદ રહ્યો હતો. જે બાદ આ નિયમ હટાવી દેવામાં આવ્યો. હવે પરિણામ જાહેર ન થાય ત્યાં સુધી વર્લ્ડ કપમાં સુપર ઓવર જોવા મળતી રહેશે.
વરસાદ પડે તો DLSનો ઉપયોગ ક્યારે?
જો વરસાદ T20 વર્લ્ડ કપમાં વિક્ષેપ પાડે છે તો મેચનું પરિણામ ડકવર્થ-લુઈસ નિયમ અનુસાર આપવામાં આવશે. પરંતુ લીગ રાઉન્ડ અને નોકઆઉટ મેચો માટે અલગ-અલગ શરતો રાખવામાં આવી છે.
લીગ રાઉન્ડની મેચોમાં ઓછામાં ઓછી 5 ઓવર પૂરી થયા પછી જ આ નિયમનો ઉપયોગ કરવામાં આવશે. નોકઆઉટ મેચોમાં 10 ઓવરની મર્યાદા રાખવામાં આવી છે.












Click it and Unblock the Notifications
