T20 World Cup 2024 : ફાઈનલમાં શાનદાર ઈનિંગ બાદ પણ ટ્રોલ થયો વિરાટ કોહલી, જાણો કેમ?
T20 World Cup 2024 : દક્ષિણ આફ્રિકા સામે વિરાટ કોહણીએ ભારતની ઈનિંગ સંભાળતા શાનદાર ઈનિંગ રમી. જો કે આમ છત્તા પણ ટ્રોલ થઈ રહ્યો છે.
સાઉથ આફ્રિકા સામે વર્લ્ડ કપ ફાઈનલમાં ત્રણ વિકેટ બાદ વિરાટ કોહલીએ જવાબદારીપૂર્વકની ઈનિંગ્સ રમીને ટીમની કમાન સંભાળી અમે અડધી સદીની ઈનિંગ્સ પણ રમી.

વિરાટ કોહલીએ ફાઈનલ મેચમાં 76 રનની ઈનિંગ રમી. આ ઇનિંગમાં કોહલીએ 2 સિક્સર અને 6 ફોર ફટકારી હતી. જ્યારે આજે અપર ઓર્ડરમાં બેટિંગ કરવા આવેલા અક્ષર પટેલે 31 બોલમાં 47 રનની ઇનિંગ રમી. આ ઇનિંગમાં તેણે 4 સિક્સર અને એક ફોર ફટકારી.
કોહલી છેલ્લા ઘણા સમયથી તેના ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. આ વર્લ્ડ કપમાં તેના બેટમાંથી બહુ રન નથી બન્યા. જો કે અંતે વિરાટ કોહલીએ ફાઇનલ મેચમાં મોટી ઇનિંગ રમી. કોહલીની આ અડધી સદી 10 T-20 ઈનિંગ્સ પછી આવી છે. આ સંદર્ભમાં કોહલીની ઈનિંગને ઘણી મહત્વની માનવામાં આવી રહી છે.
જો કે તેમ છતાં વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો વિરાટ કોહલીને તેની ધીમી ઈનિંગ્સ માટે ટ્રોલ કરી રહ્યા છે અને સેલ્ફીસ ટ્રેન્ડ થઈ રહ્યો છે. વિરાટ કોહલીની અડધી સદી 48 બોલમાં આવી, જેના કારણે લોકો તેની ટીકા કરી રહ્યા છે.
T20 વર્લ્ડ કપમાં ભારત તરફથી સૌથી ધીમી અડધી સદી
49 - સૂર્યકુમાર યાદવ vs યુએસએ, 2024
48 -વિરાટ કોહલી vs દક્ષિણ આફ્રિકા, 2024 ફાઇનલ
45 -વિરાટ કોહલી vs પાકિસ્તાન, 2021
44 -ગૌતમ ગંભીર vs બાંગ્લાદેશ, 2009
44 -રોહત શર્મા vs વેસ્ટ ઈન્ડિઝ, મીરપુર, 2014
સોશિયલ મીડિયા પર એક યુઝરે કહ્યું કે, વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં 48 બોલમાં 50 રન બનાવનાર વિરાટ કોહલી સૌથી ખરાબ ખેલાડી છે. આટલું જ નહીં અક્ષર પટેલને આઉટ કરવા માટે પણ લોકો વિરાટ કોહલીને જવાબદાર ઠેરવી રહ્યા છે.
જો કે, જે રીતે ટીમ ઈન્ડિયાના ત્રણ મોટા બેટ્સમેનો શરૂઆતમાં સસ્તા સ્કોર પર આઉટ થયા હતા તે પછી કેટલાક લોકોએ વિરાટ કોહલીનો બચાવ કર્યો અને કહ્યું કે હવે આ સ્વાર્થી ખેલાડી જ ટીમને બચાવશે.
વિરાટ કોહલીના જબરદસ્ત 76 રન અને અક્ષર પટેલના 47 રનની મદદથી ભારતે 176 રન બનાવ્યા છે. બાર્બાડોસની પીચ પર સરેરાશ સ્કોર 160 છે, તેથી ભારતે વર્લ્ડ કપ ટ્રોફી ઉપાડવા માટે આફ્રિકન ટીમને 176 રનની અંદર રોકવી પડશે.












Click it and Unblock the Notifications
