T20 World Cup 2024 : 3 ઓક્ટોબરથી શરૂ થશે વુમન્સ T20 વર્લ્ડ કપ, જાણો પુરો કાર્યક્રમ
Women T20 World Cup 2024 Schedule : આવતા મહિને ક્રિકેટની દુનિયામાં મહા ઈવેન્ટ જોવા જઈ રહી છે. ત્રણ ઓક્ટોબરથી વુમન્સ T20 ક્રિકેટની શરૂઆત થશે.
UAEમાં યોજાનારા વુમન્સ T20 વર્લ્ડ કપ 2024 ની 3 ઓક્ટોબરથી શરૂઆત થશે. અહીં ડિફેન્ડિંગ ઓસ્ટ્રેલિયા ફરી એક વખત ટ્રોફી ઉપાડવા પર જોર અજમાવશે.

મહિલા T20 વર્લ્ડ કપ 3 થી 20 ઓક્ટોબર સુધી ચાલશે. આમાં 10 ટીમો ભાગ લેશે અને તેમની વચ્ચે ફાઈનલ સહિત 23 મેચો રમાશે.
વર્લ્ડ કપ માટે 10 ટીમોને પાંચ-પાંચના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત ગ્રુપ Aમાં સામેલ છે. આ ગ્રુપમાં ભારત સાથે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા અને પાકિસ્તાન સામેલ છે. બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ ગ્રુુપ બીમાં છે.
ભારતનો પ્રથમ મુકાબલો 4 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે રમાશે. ત્યારબાદ બે દિવસ પછી 6 ઓક્ટોબરે ભારત તેના કટ્ટર હરીફ પાકિસ્તાન વચ્ચે ટકરાશે. 9 અને 13 ઓક્ટોબરે ટીમ ઈન્ડિયાનો મુકાબલો શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામે થશે.
જણાવી દઈએ કે, ગઈ વખતે સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે સેમીફાઈનલમાં 5 રને હારનો સામનો કરવો પડ્યો હતો.
4 ઓક્ટોબર - ભારત વિરૂદ્ધ ન્યુઝીલેન્ડ
6 ઓક્ટોબર - ભારત વિરુદ્ધ પાકિસ્તાન
9 ઓક્ટોબર - ભારત વિરુદ્ધ શ્રીલંકા
13 ઓક્ટોબર - ભારત વિરૂદ્ધ ઓસ્ટ્રેલિયા
જણાવી દઈએ કે, ICCએ અગાઉ બાંગ્લાદેશને મહિલા T20 વર્લ્ડ કપ 2024 ની યજમાની સોંપી હતી. જો કે વિરોધને કારણે પરિસ્થિતિ બગડતા ICCએ UAEને વર્લ્ડ કપના નવા યજમાન તરીકે નિયુક્ત કર્યુ છે.












Click it and Unblock the Notifications
