T20 World Cup Final Toss : ફાઈનલમાં ટોસ કોણ જીત્યુ? જાણો કઈ ટીમનું પલ્લુ ભારે?
T20 World Cup Final Toss : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેના ફાઇનલ મુકાબલામાં ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારત અને દક્ષિણ આફ્રિકા બંને મેચ જીતીને વર્લ્ડ કપ જીતવાનો પ્રયાસ કરશે.
દક્ષિણ આફ્રિકાની ટીમ અત્યાર સુધી એક પણ વર્લ્ડ કપ ટ્રોફી જીતવામાં સફળ રહી નથી. ભારતીય ટીમ છેલ્લે વર્ષ 2007માં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતવામાં સફળ રહી હતી.

2007 બાદ ભારતે 2011માં ODI વર્લ્ડ કપ ટ્રોફી કબજે કરી હતી. વર્ષ 2013માં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.
બીજી તરફ જો દક્ષિણ આફ્રિકાની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકાની ટીમ અત્યાર સુધી એક પણ વર્લ્ડ કપ જીતવામાં સફળ રહી નથી. આ સ્થિતિમાં દક્ષિણ આફ્રિકા સામે ભારતીય ટીમનો દબદબો છે.
દક્ષિણ આફ્રિકાની ટીમ 2007થી T-20 વર્લ્ડ કપ રમી રહી છે. પરંતુ દરેક વખતે તે સેમિફાઇનલમાં અટકી જાય છે. દક્ષિણ આફ્રિકાની ટીમે પ્રથમ વખત T20 વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી છે.
આફ્રિકન ટીમ પણ 1992થી વન ડે વર્લ્ડ કપમાં ભાગ લઈ રહી છે. પરંતુ ત્યાં પણ તે અત્યાર સુધી ફાઈનલ મેચમાં ભાગ લઈ શકી નથી. આ સ્થિતિમાં ભારત સામેની આ મેચ દક્ષિણ આફ્રિકા માટે ઐતિહાસિક બની રહેશે.
હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો અત્યાર સુધી આ બંને ટીમો T20 વર્લ્ડ કપમાં છ વખત સામસામે આવી ચુકી છે. ભારતે આમાંથી ચાર મેચ જીતી છે. જ્યારે દક્ષિણ આફ્રિકા માત્ર બે વખત જીત્યું છે.
T-20 ઈન્ટરનેશનલ રેકોર્ડની વાત કરીએ તો ત્યાં પણ ભારતીય ટીમનો હાથ ઉપર છે. ટી-20 મેચમાં ભારત દક્ષિણ આફ્રિકા સામે 26માંથી 14 મેચ હારી ચૂક્યું છે. જ્યારે દક્ષિણ આફ્રિકાએ ભારત સામે 11 મેચ જીતી છે.












Click it and Unblock the Notifications
