Tamim Iqbal Retirement : બાંગ્લાદેશી ધુરંધર ક્રિકેટર તમિમ ઈકબાલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા
Tamim Iqbal Retirement : બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના બેટ્સમેન તમિમ ઈકબાલ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેર કરવામાં આવી છે. તમિમ ઈકબાલે ગુરુવારના એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ જાહેરાત કરી હતી.
અત્રે નોંધનીય બાબત છે કે, તમિમ ઈકબાલ અત્યાર સુધી બાંગ્લાદેશ માટે વનડે ક્રિકેટમાં રમતો હતો, પરંતુ હવે તે પોતાની ટીમ માટે કોઈપણ ફોર્મેટમાં રમતા જોવા મળશે નહીં.

ઉલ્લેખનીય છે કે, એવા અહેવાલો પણ હતા કે, તે ઓપનર માટે ફીટ નથી, પરંતુ તેમ છતાં તેણે રમવાનું નક્કી કર્યું હતું. આ સાથે તમીમ ઈકબાલે ગુરુવારના રોજ સ્થાનિક સમય અનુસાર બપોરે 12 કલાકે અચાનક પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને નિવૃત્તિની જાહેરાત કરી હતી.












Click it and Unblock the Notifications
