ટીમ ઈન્ડિયાના ક્રિકેટરે ટ્રોલર્સને આપ્યો જવાબ, આ મારી સમજની બહાર છે...
IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા IPL 2024 સિઝનની શરૂઆતથી જ સતત ટ્રોલ થઈ રહ્યો છે. અત્યાર સુધી MI લીગમાં કંઈ ખાસ કમાલ કરી શક્યું નથી. બીજી તરફ ક્રિકેટ ચાહકોને ટીમના ખેલાડીઓ પ્રત્યે હાર્દિકનું વલણ પસંદ આવી રહ્યું નથી.
ઉલ્લેખનીય છે કે, રોહિત શર્માથી લઈને MI ચાહકો સુધી, બધા હાર્દિકની પાછળ છે. આ દરમિયાન ભારતના અનુભવી સ્પિનરઆર અશ્વિને હાર્દિકનો બચાવ કર્યો છે.
સ્પિનરરવિચંદ્રન અશ્વિને હાર્દિક પંડ્યાનો બચાવ કર્યો હતો, જેણે અમદાવાદ અને હૈદરાબાદમાં દર્શકોના ગુસ્સાનો સામનો કર્યો હતો. અશ્વિને હાર્દિક પ્રત્યે પ્રેક્ષકોના પ્રતિકૂળ વર્તન માટે સોશિયલ મીડિયા અને મેદાન પર ફેન વોરફેર અને સિનેમેટિક સંસ્કૃતિના વાતાવરણને જવાબદાર ઠેરવ્યું હતું.

પોતાની યુટ્યુબ ચેનલ પર એક પ્રશ્નના જવાબમાં અશ્વિને જણાવ્યું હતું કે, ચાહકોની લડાઈ સજાવટની મર્યાદામાં હોવી જોઈએ. લોકોએ એ ન ભૂલવું જોઈએ કે, આ ખેલાડીઓ આપણા દેશ માટે જ રમે છે. તો પછી ક્રિકેટર્સ સાથે ગેરવર્તણૂકની શું જરૂર છે. આ મારી સમજની બહાર છે.
આર અશ્વિને જણાવ્યું હતું કે, જો તમને કોઈ ખેલાડી પસંદ નથી, અને તેની ટીકા કરી રહ્યા છો, તો ટીમને ખુલાસો આપવાની શું જરૂર છે. આ અંગે હાર્દિક કે મુંબઈને કોઈ સ્પષ્ટતા કરવાની જરૂર નથી, પરંતુ તેમણે ચાહકોને તેમના વર્તનમાં તર્કસંગત બનવા વિનંતી કરી હતી.












Click it and Unblock the Notifications
