શું ટીમ ઈન્ડિયાનું સપનું સાકાર થશે? ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી સફળ ટીમ બનવાનો મોકો
શું ટીમ ઈન્ડિયાનું સપનું સાકાર થશે? ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી સફળ ટીમ બનવાનો મોકો
ભારતમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલ ત્રીજી ટેસ્ટ માત્ર બે દિવસમાં 10 વિકેટથી જીતી લીધી હતી. ભારતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાર મેચની ટેસ્ટ શ્રૃંખલામાં 2-1ની લીડ હાંસલ કરી. ભારતની આ જીત સાથે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઈંગ્લેન્ડના પડકાર સમાપ્ત થઈ ગયા. છતાં ભારત અને ઓસ્ટ્રેલિયા બંને માટે પડકાર બનેલો છે.

ચાર માર્ચથી શરૂ થનાર ચોથી અને અંતિમ ટેસ્ટ ભારતીય ટીમ માટે ખુબ મહત્વપૂર્ણ હશે. આ મેચ બાદ નક્કી કરાશે કે કઈ બે ટીમ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ટકરાશે. ન્યૂઝીલેન્ડની ટીમ પહેલે જ ટૂર્નામેન્ટના ફાઈનલમાં પ્રવેશ કરી ચૂકી છે. માટે હવે ફાઈનલ મેચમાં પ્રવેશ કરવા માટે માત્ર 1 સ્થાન બચ્યું છે.
જો ભારત ચોથી ટેસ્ટ જીતે છે અથવા તો ડ્રો થાય છે તો તે સીધી ટેસ્ટ ચેમ્પિનયશિપના ફાઈનલમાં પહોંચી જશે. પરંતુ જો ઈંગ્લેન્ડ મેચ જીતે છે, તો ભારતને બદલે ઓસ્ટ્રેલિયા ફાઈનલમાં પ્રવેશ કરશે. આની સાથે જ ભારત જીતે છે તો તે ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી સફળ ટીમ સાબિત થશે. જણાવી દઈએ કે વિરાટ કોહલીની કપ્તાની વાળી ભારતીય ટીમે અત્યાર સુધી છ ટેસ્ટ સિરીઝમાં 16 મેચ રમી છે. જેમાંથી તેમણે 11 જીતી છે અને તેમાંથી 4માં હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ ઈંગ્લેન્ડને 20માંથી 11 મેચ જીતી છે અને છમાં હારનો સામનો કરવો પડ્યો છે. ફાઈનલમાં પહોંચવા છતાં ન્યૂઝીલેન્ડે માત્ર સાત મેચ જીતી છે. ઓસ્ટ્રેલિયાએ આઠ મેચ જીતી છે. માટે જો ભારત આ મેચ જીતે છે તો તે ટેસ્ટ ચેમ્પિયનની યાદીમાં શીર્ષ પર બન્યા રહેશે. પરંતુ જો ઈંગ્લેન્ડ મેચ જીતી જાય છે, તો તેમની પાસે મહત્તમ 12 જીત હશે.
કોહલી પોઈન્ટિંગનો રેકોર્ડ તોડી નાખશે
જ્યારે કેપ્ટન કોહલી સદી લગાવે છે તો તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોન્ટિંગના કેપ્ટન તરીકે સૌથી વધુ સદી લગાવવાનો રેકોર્ડ તોડી નાખશે. આ એક એવો રેકોર્ડ છે, જેનો ઈંતેજાર ફેન્સ પાછલા 15 મહિનાથી કરી રહ્યા છે. કેપ્ટન તરીકે કોહલી અને પોન્ટિંગના નામે 41-41 સદી છે.












Click it and Unblock the Notifications
