Womens T20 World Cup 2024 : વર્લ્ડ કપમાંથી બહાર થઈ શકે છે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે 9 રને હાર
Womens T20 World Cup 2024 : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલા વુમન્સ T20 વર્લ્ડ કપના મુકાબલામાં ભારતને મોટો ઝટકો લાગ્યો છે.
ઓસ્ટ્રેલિયા સામેના આ મુકાબલામાં ભારતની 9 રને હાર થઈ છે. આ હાર સાથે ભારતની સેમિફાઈનલની રેસ વધુ મુશ્કેલ બની છે. જો કે ભારત હજુ રેસમાં બહાર થયુ નથી.

સેમિફાઇનલમાં પહોંચવા ભારત માટે આ મેચ મહત્વપૂર્ણ હતી. ટીમ ઈન્ડિયા હજુ બહાર નથી થઈ પરંતુ સેમિફાઈનલ માટે અન્ય ટીમો પર નિર્ભર રહેવું પડશે.
કેપ્ટન હરમનપ્રીત કૌર છેલ્લી ઓવર સુધી ક્રિઝ પર રહી પરંતુ ટીમને જીત ન અપાવી શકી. તેણીએ 47 બોલમાં 54 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી.
આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા કાંગારૂ ટીમે 151 રન બનાવ્યા હતા. ટીમ માટે સૌથી વધુ રન ગ્રેસ હેરિસે બનાવ્યા અને તેણે 40 રનની ઇનિંગ રમી. ભારત તરફથી બોલિંગમાં રેણુકા ઠાકુર અને દીપ્તિ શર્માએ બે-બે વિકેટ લીધી હતી.
ભારતને 152 રનનો ટાર્ગેટ મળ્યો. જો કે ભારતીય ટીમે 47ના સ્કોર સુધી 3 ટોપ ઓર્ડર બેટ્સમેનોની વિકેટો ગુમાવી દીધી. આ મેચમાં પણ સ્મૃતિ મંધાના માત્ર 6 રન બનાવીને નિષ્ફળ રહી. 47ના સ્કોર પર 3 વિકેટ પડ્યા બાદ કેપ્ટન હરમનપ્રીત કૌર અને દીપ્તિ શર્માએ કમાન સંભાળી. હરમનપ્રીત અને દીપ્તિ વચ્ચે 63 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ. જો કે ટીમ જીત સુધી પહોચી શકી નહીં.
જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયાએ ગ્રુપ Aમાં તમામ 4 મેચ જીતીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હજુ બીજા સ્થાન માટે ભારત, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે સ્પર્ધા છે. પાકિસ્તાનનો નેટ રન-રેટ ખૂબ જ નબળો છે, તેથી તેના સેમિફાઇનલમાં જવાની આશા ઓછી છે. પરંતુ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ખૂબ જ કાંટાની ટક્કર છે.












Click it and Unblock the Notifications
