IndVSL:વિરાટના બ્લેઝર પર જોવા મળ્યું ખાસ બેચ, બન્યા 2 રેકોર્ડ

ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ મેચોની ટેસ્ટ સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચ દિલ્હીના ફિરોઝ શાહ કોટલા મેદાન પર રમાઇ હતી. જ્યારે વિરાટ કોહલી ટોસ કરવા માટે મેદાન પર આવ્યા ત્યારે કંઇ અલગ જ નજારો જોવા મળ્યો.

ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ મેચોની ટેસ્ટ સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચ દિલ્હીના ફિરોઝ શાહ કોટલા મેદાન પર રમાઇ હતી. ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જ્યારે વિરાટ કોહલી ટોસ કરવા માટે મેદાન પર આવ્યા ત્યારે કંઇ અલગ જ નજારો જોવા મળ્યો હતો. ટોસ સમયે બંને ટીમના ખેલાડીઓ બ્લેઝરમાં જોવા મળે છે અને આ વખતે કપ્તાન કોહલીના બ્લેઝર પર એક ખાસ બેચ લાગેલો જોવા મળ્યો હતો.

સ્પેશ્યિલ બેચ

સ્પેશ્યિલ બેચ

દર વર્ષે 1 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર સુધી આર્મ્ડ ફોર્સિઝ ફ્લેગ વિક ઉજવવામાં આવે છે અને 7 ડિસેમ્બરે આર્મ્ડ ફોર્સિઝ ફ્લેગ ડે ઉજવાય છે. વિરાટના બ્લેઝર પર એનું જ બેચ જોવા મળ્યું હતું. દેશની સેના પ્રત્યે સન્માન પ્રગટ કરવાનો આ દિવસ છે. આપણા દેશ માટે પોતાનો જીવ ન્યોછાવર કરનાર શહીદોને સલામ કરવાનો આ દિવસ છે. મેચ પહેલા જટીમ ઇન્ડિયાના ઓફિશિયલ ફેસબૂક પેજ પર આ અંગેની તસવીરો પણ શેર કરવામાં આવી હતી.

ભારતના નામે સીરિઝ

ભારતના નામે સીરિઝ

ઉલ્લેખનીય છે કે, આ સીરિઝમાં ભારત 1-0થી આગળ છે. કલકત્તામાં રમાયેલ પહેલી મેચ સુરંગા લકમલની ધારદાર બોલિંગ અને વિરાટ કોહલીની સદીને કારણે ડ્રો થઇ હતી. નાગપુરમાં રમાયેલ બીજી મેચમાં ભારતે 239 રન સાથે જીતી ઇતિહાસ રચ્યો હતો અને ત્રીજી મેચ દિલ્હીમાં રમાઇ રહી છે. જો આ મેચ પણ ડ્રો થઇ તો પણ સીરિઝ ભારત જીતશે, વળી આ ભારતની સતત 9મી સીરિઝની જીત હશે. ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધીમાં ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની ટીમો જ આ કામ કરી શકી છે.

વિરાટના રેકોર્ડ્સ

વિરાટના રેકોર્ડ્સ

ટેસ્ટ સીરિઝની આ ત્રીજી અને છેલ્લી મેચમાં વિરાટ કોહલીના 25 રન પૂર્ણ થતા જ ટેસ્ટ ક્રિકેટમાં 5 હજાર રન પૂર્ણ કર્યા છે. આ મેચમાં વિરાટ કોહલીએ પોતાના ટેસ્ટ કરિયરની 20મી સદી ફટકારી છે. ટેસ્ટ ક્રિકેટમાં 5 હજાર રન પૂર્ણ કરનાર 11મા ઇન્ડિયન બેટ્સમેન છે, વિરાટ કોહલી. ઇનિંગને આધારે સૌથી ઝડપી 5000 રન પૂર્ણ કરનારા 4થા બેટ્સમેન છે, વિરાટ કોહલી.

વિરાટની સૌથી ખાસ ઇનિંગ

વિરાટની સૌથી ખાસ ઇનિંગ

વિરાટ કોહલીએ પોતાના કરિયરમાં અનેક રેકોર્ડ્સ બનાવ્યા છે, આ સૌમાં વિરાટને વર્ષ 2014માં ઑસ્ટ્રેલિયા સામે એડિલેડમાં રમાયેલ ઇનિંગ સૌથી ખાસ લાગે છે. એડિલેડમાં વિરાટે 141 રનની ઇનિંગ રમ્યા હતા, જો કે ભારત આ મેચમાં 48 રનથી હાર્યું હતું. એક એવોર્ડ ફંક્શનમાં વિરાટે જાતે જ આ રહસ્ય ખોલ્યું હતું. તેમણે કહ્યું હતું કે, મને લાગે છે કે પરિવર્તનના હિસાબથી એડિલેડ ટેસ્ટમાં બીજી ઇનિંગની સદી, જેમાં મેચ અમે લગભગ જીતી જ લીધી હતી, જે મારા માટે ખૂબ વિશેષ છે. મને આ મેચ હંમેશા યાદ રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X