ધોનીની દીકરી જીવાનો રેપ કરવાની ધમકી આપનાર શખ્સની ગુજરાતથી ધરપકડ

ધોનીની દીકરી જીવાનો રેપ કરવાની ધમકી આપનાર શખ્સની ગુજરાતથી ધરપકડ

રવિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચ હાર્યા બાદ મહેન્દ્ર સિંહ ધોનીની પાંચ વર્ષીય દીકરી જીવાને સોશિયલ મીડિયા પર ટાર્ગેટ કરવામાં આવી હતી. સાક્ષીના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર અપલોડ કરવામાં આવેલ તસવીર પર 16 વર્ષના એક છોકરાએ રેપની ધમકી આપી હતી. આ મામલે ગુજરાત પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

ziva

થોડા દિવસો સુધી આ બાબતે સોશિયલ મીડિયામાં જીવાને પણ ટાર્ગેટ કરવામાં આવી. રવિવારે મુંદ્રાથી 12મા ધોરણમાં ભણતા 16 વર્ષના આરોપી છોકરાની ધરપકડ કરી લેવામા આવી છે. ગયા અઠવાડિયે રેપની ધમકી મામલે રાંચી પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદ બાદ રાંચી પોલીસની ટીપના આધારે મુંદ્રા પોલીસે આરોપીને દબોચી લીધો.

કચ્છ (પશ્ચિમ)ના એસપી સૌરભ સિંહે પુષ્ટિ કરી કે આરોપી છોકરાની અટકાયત કરવામાં આવી હતી, પૂછપરછ દરમ્યાન તેણે સોશિયલ મીડિયામાં જીવાનો રેપ કરવાની ધમકી આપવાની વાત કબુલી લીધી.

આરોપી છોકરો કચ્છ જિલ્લાના મુદ્રા વિસ્તારનો રહેવાસી છે. આ મામલે કેસ નોંધાયા બાદ રાંચી પોલીસે આરોપી છોકરાના અકાઉન્ટની ડિટેલ ગુજરાત પોલીસ સાથે શેર કરી અને આ અકાઉન્ટધારકે જ ધમકી આપી છે કે કેમ તે પૂછપરછ કરવા કહ્યું હતું. 16 વર્ષીય આ છોકરાની કબૂલાત બાદ રાંચી પોલીસ દ્વારા તેને કસ્ટડીમાં લઈ લેવામાં આવસે.

એસપી સૌરભ સિંહે કહ્યું કે છોકરાએ પોતાનો ગુનો કબૂલી લીધો છે અને રાંચીમાં ફરિયાદ નોંધવામાં આવી હોય અમે હવે છોકરાને રાંચી પોલીસને હસ્તગત કરી દેશું. સોમવારે કચ્છ પહોંચી રાંચી પોલીસ છોકરાની વધુ પૂછપરછ માટે કસ્ટડીમાં લઈ શકે છે. જ્યૂડિશિયલ જુવેનાઈલ એક્ટ અંતર્ગત આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X