Test Ranking: કોહલીની આગળ થયો રૂટ, મોહમ્મદ સિરાજે પણ લગાવી છલાંગ
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સ ટેસ્ટની સમાપ્તિ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડે નવી રેન્કિંગ જાહેર કરી છે. જે મુજબ સદી લગાવનાર રૂટને જબરો ફાયદો થયો છે જેઓ કોહલીને પછાડી આગળ નીકળી ગયા છે. કોહલી બેટ્સમેનોની રેંકિંગમાં બીજા નંબર પર આવી ગયા છે. તેમની પાસે 893 પોઈન્ટ છે. રૂટે પહેલી ઈનિંગમાં અણનમ 180 રનની ઈનિંગ રમી હતી. રૂટ પહેલાં ચોથા સ્થાન પર હતા. હવે કોહલી 5મા સ્થાન પર આવી ચૂક્યા છે. કોહલી પાસે 776 પોઈન્ટ છે.
ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન હજી પણ પહેલા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવ સ્મિથને એક સ્થાનનો ઝાટકો લાગ્યો છે જે હવે બીજા નંબરેથી ત્રીજા નંબર પર ખસકી ગયા છે. પાકિસ્તાનના બાબર આઝમે બે સ્થાન પૂરતો કુદકો લગાવી 8મા નંબરે પહોંચી ગયા છે.
ટેસ્ટ રેન્કિંગમાં ટોપ 10 બેટ્સમેન
- કેન વિલિયમસન- 901 પોઈન્ટ
- જો રૂટ- 893 પોઈન્ટ
- સ્ટીવ સ્મિથ- 891 પોઈન્ટ
- માર્નસ લાબુછાને- 878 પોઈન્ટ
- વિરાટ કોહલી- 776 પોઈન્ટ
- રોહિત શર્મા- 773 પોઈન્ટ
- રિષભ પંત- 736 પોઈન્ટ
- બાબર આઝમ- 725 પોઈન્ટ
- ડેવિડ વોર્નર- 724 પોઈન્ટ
- ક્વિંટન ડી કોક- 717 પોઈન્ટ
જ્યારે ભારતીય પેસર મોહમ્મદ સિરાજને 18 સ્થાનો ફાયદો થયો છે. તેઓ 38મા નંબર પર પહોંચી ગયા ચે. આઈસીસી બોલર્સની ટેસ્ટ રેંકિંગમાં પહેલા સ્થાને ઓસ્ટ્રેલિયાના પેટ કમિંસ છે, જેમના 908 પોઈન્ટ છે. બુમરાહે ટોપ 10માં જગ્યા બનાવી છે.
ટેસ્ટ રેન્કિંગમાં ટોપ 10 બોલર
- પેટ કમિંસ- 908 પોઈન્ટ
- રવિચંદ્રન અશ્વિન- 848 પોઈન્ટ
- ટિમ સાઉથી- 824 પોઈન્ટ
- જોશ હેઝલવુડ- 816 પોઈન્ટ
- નીલ વેગનર- 810 પોઈન્ટ
- જેમ્સ એંડરસન- 800 પોઈન્ટ
- કગિસો રબાડા- 764 પોઈન્ટ
- જેસન હોલ્ડર- 756 પોઈન્ટ
- જસપ્રીત બુમરાહ- 754 પોઈન્ટ
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો