તબીબો માગને લઇ સિવિલ હોસ્પિટલમાં પોલીસ ચોકી બનાવાઈ

Subscribe to Oneindia News

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અવાર નવાર દર્દીઓના સગા સંબંધીઓ દ્વારા ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ પર હુમલા થાય છે. જેને લઇ રેસીડેન્ટ ડોક્ટર્સની માગ હતી સિવિલ હોસ્પિટલના પરિસરમાં પોલીસ ચોકી બનાવામાં આવે. કેન્સર વિભાગના ડોક્ટર પર છરી વડે હુમલા બાદ રેસીડેન્ટ ડોક્ટર ને નર્સિંગ સ્ટાફ હડતાળ પર ઉતરી ગયો હતો. એમની માંગોમાં એક માગ સિવિલ હોસ્પિટલમાં પોલીસ ચોકી બનાવાની હતી. પોલીસ ચોકી બનાવાની ખાતરી આપવામાં આવતા રેસીડેન્ટ ડોક્ટર દ્વારા હડતાળ સમેટાઈ હતી.

police

સિવિલ હોસ્પિટલમાં ૨૪ કલાક પોલીસ સ્ટાફ સાથે પોલિસ ચોકી બનાવાઈ છે જેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટનમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ એમ એમ પ્રભાકર હાજર રહ્યા હતા. પોલીસ ચોકી શરુ થતા રેસીડેન્ટ ડોક્ટર્સમાં ખુસીનો માહોલ છવાયો હતો.

English summary
The demand for hospital physicians Created police outpost.Read here more.
Please Wait while comments are loading...