ઑક્સફોર્ડની કોરોના વેક્સીન વૃદ્ધો પર પણ અસરકારક છે

ઑક્સફોર્ડની કોરોના વેક્સીન વૃદ્ધો પર પણ અસરકારક છે

નવી દિલ્હીઃ ઑક્સફોર્ડ યૂનિવર્સિટી અને એજેનેકાની કોવિડ વેક્સીન યુવાઓની સાથોસાથ વૃદ્ધોમાં પણ વાયરસથી લડવાની ક્ષમતા પેદા કરવામાં અસરકારક રહી છે. એક્સ્ટ્રાજેનેકા તરફથી કહેવામાં આવ્યું કે ટ્રાયલમાં વેક્સીન વૃદ્ધો પર પણ અસરકારક જણાઈ છે. વેક્સીન 18થી 55 વર્ષના લોકો પર જ અસરકારક સાબિત થઈ ચૂકી છે. હવે આ રસી 55થી વધુ ઉંમરના વૃદ્ધોમાં પણ ઈમ્યુન રિસ્પોંસ વધારવામાં સફ રહી છે.

કંપનીએ કહ્યું મોટી સફતા

કંપનીએ કહ્યું મોટી સફતા

એસ્ટ્રાજેનેકાની રસી વૃદ્ધોમાં પણ કોરોના વાયરસ વિરુદ્ધ પ્રભાવી ઈમ્યુન બનાવવામાં સફળ રહી છે. કંપની તરફથી જણાવવામાં આવ્યું કે વેક્સીનથી વૃદ્ધોના શરીરમાં પ્રોટેક્ટિવ એંટી બૉડીજ અને સેલ્સનું નિર્માણ થયું. એસ્ટ્રાજેનેકા અને ઑક્સફોર્ડ યૂનિવર્સિટી મળીને આ વેક્સીન તૈયાર કરી રહી છે. ભારતમાં આ વેક્સીનનું એડવાન્સ્ડ ટ્રાયલ ચાલુ છે. ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયાએ વેક્સીનને લઈ એસ્ટ્રાજેનેકા સાથે કરાર કર્યો છે.

વૃદ્ધોને જ કોરોનાથી વધુ ખતરો

વૃદ્ધોને જ કોરોનાથી વધુ ખતરો

કોરોના સંક્રમણથી યુવાઓના મુકાબલે વૃદ્ધોમાં વધુ ખતરો માનવામાં આવે છે. ઑક્સફોર્ડની કોરોના વેક્સીનના ટ્રાયલમાં વૃદ્ધોમાં રોગ પ્રતિકારક ક્ષમતા પેદા કરવામાં સફળ રહી છે. જેને કંપની એક મોટી સફળતા તરીકે જોઈ રહી છે. એસ્ટ્રાજેનેકા અને ઑક્સફોર્ડ વિશ્વવિદ્યાલયને કોરોના વેક્સીનનું ઉત્પાદન કરવાની રેસમાં આગળ માનવામાં આવી રહ્યું છે. કંપનીએ જુલાઈમાં કહ્યું હતું કે વેક્સીન 18થી 55 વર્ષના લોકો પર પ્રભાવી રહી છે.

બ્રિટેનમાં આગલા મહિને કોરોનાની રસી શરૂ થઈ શકે

બ્રિટેનમાં આગલા મહિને કોરોનાની રસી શરૂ થઈ શકે

લંડનમાં હોસ્પિટલોને નવેમ્બરના પહેલા અઠવાડિયે કોરોના વેક્સીન મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ લંડનના હોસ્પિટલોના સ્ટાફને જણાવવામાં આવ્યું કે જલદી જ તેમને ઑક્સફોર્ડ યૂનિવર્સિટીની કોરોના વાયરસ વેક્સીનનું પહેલું સેમ્પલ આપવામાં આવશે. હોસ્પિટલોએ કહ્યું કે તેઓ બે નવેમ્બરથી શરૂ થઈ રહેલા અઠવાડિયાથી કોરોના વાયરસ વેક્સીન લગાવવાની શરૂ કરી દેશે. બ્રિટેનની નેશનલ હેલ્થ સિસ્ટમ ક્રિસમસ સુધી દેશમાં પાંચ જગ્યાએ વેક્સીન લગાવવાની સુવિધા આપવા જઈ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X