છેલ્લા બોલમાં જીતવા માટે 2 રન ના બનાવી શક્યા ધોની, જાણો શુ કહ્યું...
વેસ્ટઇંડીઝ સામેની પહેલી ટી-20 મેચમાં ભારત 1 રનથી હારી ચૂક્યું છે. મેચના છેલ્લા બોલમાં ભારતને જીતવા માટે 1 બોલમાં 2 રન કરવાના હતા અને સ્ટ્રાઇક પર હતા ટીમ ઇન્ડિયાના કપ્તાન એમ એસ ધોની. બ્રાવોની છેલ્લી બોલમાં ધોની આઉટ થઇ ગયા અને ભારત 1 રનથી મેચ હારી ગયું.
અમેરિકામાં વેસ્ટ ઇન્ડિઝ સામે રમાયેલી ટી 20 મેચમાં ભારતનો એક રને પરાજય થયો હતો. બે મેચની શ્રેણીની પ્રથમ મેચમાં વેસ્ટ ઇન્ડિઝે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 245 રન કર્યા હતા. જેના જવાબમાં ભારત 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 244 રન બનાવી શક્યું હતું.

મેચ પત્યા બાદ જયારે ધોની સાથે વાત કરવામાં આવી ત્યારે તેમને જણાવ્યું કે છેલ્લા બોલના શોટમાં તેમની સોચ સાચી હતી. પરંતુ તેને સારી રીતે અમલ ના કરી શક્યા. તેમનું તેમને દુઃખ છે.
ભારત મેચ હારતા કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીની સોશ્યિલ મીડિયા પર આલોચના પણ ખુબ જ થઇ રહી છે.












Click it and Unblock the Notifications
