આ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડરે ભારતીય યુવતી સાથે કર્યા છે લગ્ન, ફિલ્મી છે લવ સ્ટોરી
આઈપીએલમાં વિદેશી ખેલાડીઓની બોલબાલા રહે છે. આ ખેલાડીઓમાં એક નામ ગ્લેન મેક્સવેલનું પણ છે. મેક્સવેલ ક્રિકેટ સાથે સાથે તેની લવ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે.
મેદાન પર ઓલરાઉન્ડ પ્રદર્શન માટે જાણીતા મેક્સવેલની પત્નીનું નામ વિન્ની રમન છે. આ કપલના લગ્ન વર્ષ 2022માં થયા હતા.

ગ્લેન મેક્સવેલ અને વિન્ની રમનના લગ્ન એ સમયે ખૂબ ચર્ચામાં આવ્યા હતા. બંનેએ ભારતીય રિવાજો મુજબ સાત ફેરા લીધા બાદ તેમની ખુબ ચર્ચા થઈ હતી.
વિન્ની રમનનો પરિવાર ભારતના તમિલનાડુનો છે, પરંતુ વિની રમનનો જન્મ ઓસ્ટ્રેલિયામાં થયો છે. ગ્લેન મેક્સવેલ વિન્ની રમનને ખૂબ પસંદ કરતો હતો. તેને વિન્નીને મનાવવા માટે ઘણા પ્રયત્નો કરવા પડ્યા.
ગ્લેન મેક્સવેલ અને વિન્ની રમન 2012માં પહેલીવાર મળ્યા હતા. આ પછી બંનેએ લગભગ 5 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા. બન્નેની તસવીરો સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ થતી રહે છે.
વિન્ની રમન ઘણીવાર IPL અને ઓસ્ટ્રેલિયાની મેચો સહિત અન્ય મેચોમાં ગ્લેન મેક્સવેલને ચીયર કરતી જોવા મળે છે. આ સિવાય વિન્ની રમન સતત તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે.












Click it and Unblock the Notifications
