પાકિસ્તાનને મળ્યો 18 વર્ષનો બીજો વિરાટ કોહલી, Video થયો વાયરલ

પાકિસ્તાનને મળ્યો 18 વર્ષનો બીજો વિરાટ કોહલી, Video થયો વાયરલ

નવી દિલ્હીઃ વર્લ્ડ કપમાં પોતાના આદર્શ ખેલાડીને કોપી કરવી નવી વાત નથી અને જ્યારે ખેલાડી વિરાટ કોહલી જેવો હોય તો પછી ક્રિકેટ રમતા દરેક યુવા તેમનાથી પ્રભાવિત થયા વિના ન રહી શકે. ભાલે પાકિસ્તાન અને ભારત ભલે લાંબા સમયથી સાથે ક્રિકેટ ન રમ્યું હોય પરંતુ પાડોસી દેશમાં કોહલીનો ક્રેઝ જોર પર છે. આ કારણે જ અહમદ શહજાદ પછી વધુ એક યુવા પાકિસ્તાની બેટ્સમેન વિરાટ કોહલીની બેટિંગ સ્ટાઈલની કોપી કરતો જોવા મળ્યો. જેને જોઈને એવું જ લાગે જાણે વિરાટ કોહલી બેટિંગ કરી રહ્યો હોય.

18 વર્ષનો બીજો કોહલી

18 વર્ષનો બીજો કોહલી

પાકિસ્તાનમાં કોહલીની નકલ કરવાની પૃષ્ઠભૂમિમાં અમે તમને જણાવી દઈએ કે અગાઉ અહમદ શહઝાદે કોહલીની બેટિંગ સ્ટાઈલ કોપી કરી હતી પરંતુ આ માત્ર દેખાડા સુધી જ સીમિત રહી ગયું હતું. શહજાદને કોહલીના સ્તરની સફળતા તો ન મળી શકી, ઉલટો આ બેટ્સમેન કોહલી સાથે સરખામણીને લઈ વધુ ટ્રોલ થયો હતો. હવે 18 વર્ષના યુવા ઉસામા બલૂચ કોહલીના અંદાજમાં બેટિંગ કરી રહ્યો છે અને તેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. અહીં જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર થયો વાયરલ

અત્યારે આ ખેલાડીની ઉંમર પણ ઓછી છે અને બેટિંગ પણ કોહલી જેવી જ કરતો હોવા છતાં હજુ તેણે લાંબી સફર ખેડવાની છે. આ લીગમાં તેમના બેટિંગના વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયા હતા. આ દરમિયાન તેમણે રમેલ ઈનિંગમાં વિરાટ કોહલીની છાપ સ્પષ્ટ જોવા મળી શકે છે. તમે પણ વીડિયો દ્વારા આ બેટ્સમેનની બેટિંગ જોઈ શકો છો.

સેહવાગે પણ સચિનને ફોલો કરી ઓળખ બનાવી હતી

જણાવી દઈએ કે પોતાના આદર્શની કૉપી કરવી અને સફળતા હાંસલ કરી બંને અલગ વાત હોય છે. ભારતમાં પણ સચિન તેંડુલકરની નકલ કરતા કેટલાય ખેલાડીઓ જોવા મળ્યા જે માત્ર ઘરેલૂ ક્રિકેટમાં જ ગુમનામ થઈ ગયા. આવું જ એક નામ હતું વિનાયક માને જેઓ સચિનની જેમ બેટિંગ કરી ચર્ચામાં આવ્યા હતા પરંતુ ક્યારેય પણ ભારત તરફથી ન રમી શ્યા. વીરેન્દ્ર સેહવગે પોતાનું કરિયર સચિનને ફોલો કરતાં શરૂ કર્યું હતં પરંતુ બાદમાં તેમણે પોતાની અલગ જ બેટિંગ સ્ટાઈલ વિકસિત કરી અને બધા જાણે છે કે ક્રિકેટમાં તેમણે એક અલગ પ્રકારની છાપ છોડી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X