For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિગ્ગજ ક્રિકેટરની ભવિષ્યવાણી, ભારત નહીં પણ આ ટીમ બનશે T20 વર્લ્ડ ચેમ્પિયન

ઓસ્ટ્રેલિયા આ વર્ષે T20 વર્લ્ડ કપની યજમાની કરવાનું છે, જે શરૂ થવામાં એક મહિનાથી ઓછો સમય બાકી છે. તમામ ટીમોએ પોતાના 15 ખેલાડીઓની પસંદગી કરી છે.

|
Google Oneindia Gujarati News

ઓસ્ટ્રેલિયા આ વર્ષે T20 વર્લ્ડ કપની યજમાની કરવાનું છે, જે શરૂ થવામાં એક મહિનાથી ઓછો સમય બાકી છે. તમામ ટીમોએ પોતાના 15 ખેલાડીઓની પસંદગી કરી છે. ટીમ ઈન્ડિયા આ વૈશ્વિક ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચ કટ્ટર હરીફ પાકિસ્તાન સામે રમશે. આ પહેલા ઘણા દિગ્ગજ અને પૂર્વ ક્રિકેટરો ટાઈટલ જીતનાર ટીમને લઈને ભવિષ્યવાણીઓ કરી રહ્યા છે. પૂર્વ ક્રિકેટર અને પસંદગીકાર સબા કરીમે પણ આવી જ ભવિષ્યવાણી કરી છે.

રોહિત શર્મા સંભાળશે કમાન

રોહિત શર્મા સંભાળશે કમાન

ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવી છે. ઓપનર રોહિત શર્માને કમાન સોંપવામાં આવી છે. રોહિતે તાજેતરમાં જએશિયા કપમાં ટીમ ઈન્ડિયાની કપ્તાની સંભાળી છે.

હાલમાં તે હૈદરાબાદમાં છે, જ્યાં ઓસ્ટ્રેલિયા સામે શ્રેણીની ત્રીજી T20 મેચ રમવાનીછે. UAEમાં રમાયેલા એશિયા કપમાં ભારતે સુપર-4 રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.

સબા કરીમે ઓસ્ટ્રેલિયાને મજબૂત કહ્યું

સબા કરીમે ઓસ્ટ્રેલિયાને મજબૂત કહ્યું

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સબા કરીમનું માનવું છે કે, ઓસ્ટ્રેલિયન ટીમ ખિતાબ જીતવાની સૌથી પ્રબળ દાવેદાર છે. તેમણે જણાવ્યું હતું કે, ટીમ પાસે તે બધું છે, જે વિશ્વ ચેમ્પિયન પાસે હોવું જોઈએ.

સ્પોર્ટ્સ18 સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, ઓસ્ટ્રેલિયન ટીમ પાસે આ ફોર્મેટ માટે એક કરતા વધુ બેટ્સમેન છે. તે કોઈપણ સમયે કોઈપણ મેચનો માર્ગ બદલવામાં નિષ્ણાત છે.

તે સૌથી મોટા મેદાનમાં પણ રન બનાવવાની ક્ષમતા ધરાવે છે. મને લાગે છે કે, તેની પાસે ઘણા ખેલાડીઓ છે, જે તેને ફરી એકવાર ચેમ્પિયન બનાવી શકે છે.

યજમાન હોવાનો ફાયદા મળશે

યજમાન હોવાનો ફાયદા મળશે

ઘણા લોકોનું માનવું છે કે, એક ટીમને યજમાન હોવાનો ફાયદો મળે છે અને આ વખતે ઓસ્ટ્રેલિયાને આ ધાર મળશે. સબા કરીમે પણ આવાત સ્વીકારી હતી.

તેમણે કહ્યું કે, ઓસ્ટ્રેલિયામાં મેદાન મોટા છે. આવી સ્થિતિમાં વિસ્ફોટક બેટ્સમેનોની જરૂર છે. મને લાગે છે કે ઓસ્ટ્રેલિયાની ટીમ ખૂબ જ મજબૂત છે અને ટૂર્નામેન્ટનું આયોજન તેમના દ્વારા કરવામાં આવનાર છે. આવી સ્થિતિમાં તેનો ફાયદો તેમને ચોક્કસ મળશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
This team will become the T20 world champion, not India, predicts a legendary cricketer
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X